રવિપુરા રેલવે બ્રીજની બંને બાજુ રિફેક્લટર લગાવવાની માંગ
બ્રીજની સલામતી માટે લોખંડના ગડર બેસાડ્યા પણ વાહનચાલકોની સલામતી રેલ્વે ઓથોરીટી વિસરી ગઈ !
રેલવે બ્રીજના બંને બાજુ રીફ્લેક્ટર લગાવ્યા ન હોઈ રાત્રિના સુમારે રોડ ઉપરથી પસાર થતાં ભારે વાહનન ે અકસ્માત થવાની સંભાવના વધી ગઈ છે. બ્રીજની સલામતી માટે બ્રીજની બંને બાજુ લોખંડના ભારે ગડર લગાવ્યા છે પરંતુ લોખંડના ગડર કે બ્રીજ ઉપર રીફ્લેક્ટર લગાવ્યા ન હોઈ લોખંડના ગડર સાથે વાહનચાલકો અથડાઈ જવાની દહેશત વધી છે.
આણંદ-સોજીત્રા રોડ ઉપર રવિપુરા ચોકડી અને બાંધણી ચોકડી ગુડસ ટ્રેન માટેની રેલવે લાઈન પસાર થાય છે. આ સ્થળે રેલવે ઓથોરિટીએ દ્વિમાર્ગીય બ્રીજ બનાવ્યો છે અને બ્રીજની સલામતી માટે બ્રીજની સાથે કોઈ ભારે વાહન અથડાઈ ન જાય તે માટે બ્રીજની બંનેે બાજુ ભારે લોખંડના ગડર માર્યા છે. રોડની વચ્ચોવચ બ્રીજનો આરસીસીનો થાંભલો ઉભો કરાયો છે. આ થાંભલો અપ અને ડાઉન માર્ગને અલગ અલગ કરે છે. પરંતુ આ થાંભલા ઉપર કે લોખંડના ગડર ઉપર ક્યાંય રીફ્લેક્ટર લગાવ્યા નથી. જેથી રાત્રિના સુમારે રોડ ઉપરથી પસાર થનાર અજાણ્યા ભાવે વાહનો લોખંડના ગડર સાથે અથડાઈને અકસ્માતનો ભોગ બને તેવી સંભાવના વધીગઈ છેે ત્યારે રેલવે ઓથોરીટીએ બ્રીજની સલામતી માટે લોખંડના ગડર બેસાડ્યા છે. તેવી જ રીતે વાહન ચાલકોની સલામતી માટે બ્રીજની બંને બાજુ અને લોખંડના ગડર ઉપર રિફ્લેક્ટર બેસાડે તેવી જાગૃત નાગરિકોની માંગ થવા પામી છે. અન્યથા લોખંડના ગડર સાથે અથડાઈને ભારે વાહનચાલકો અકસ્માતનો ભોગ બનશે.