Sardar Gurjari

ગુરુવાર, તા. ૨૪ એપ્રિલ, ૨૦૨૫, ચૈત્ર વદ ૧૧, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૦૪

મુખ્ય સમાચાર :
ધાર્મિક ટ્રસ્ટોમાંથી ૧૧ કરોડની લોન અપાવવાના બહાને વડોદરાના બીલ્ડર સાથે ૪૫ લાખની છેતરપીંડી
પૈસા લઈને સુરત જતી વખતે ભરૂચ પાસે પોલીસે કારની તલાશી લેતાં મળી આવેલા ૪૫ લાખ જપ્ત કરી લીઘાની ખોટી સ્ટોરી પણ ઉભી કરી હતી : ત્રણ ગઠિયાઓએ નામો બદલીને સ્ટેમ્પ ડ્યુટી ભરવાના બહાને લગાવેલો ચુનો : જુદી-જુદી બેંકોના આપેલા ચેકો રીર્ટન થયા
14/03/2025 00:03 AM Send-Mail
વડોદરાના એક બીલ્ડરને ચીખોદરા ચોકડીએ બોલાવીને ધાર્મિક ટ્રસ્ટોમાંથી ૧૧ કરોડનું ફાયનાન્સ અપાવવાની વાત કરીને સૌરાષ્ટ્રના ત્રણ ગઠિયાઓએ નામ બદલીને સ્ટેમ્પ ડ્યુટીના બહાને ૪૫ લાખની છેતરપીંડી કરતા આ અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને ત્રણેય શખ્સોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સુનિલભાઈ કનુભાઈ પંચાલ ગુણાતીત રીય નામથી કન્સ્ટ્રકશન એન્ડ ડેવલોપમેન્ટ નામની ભાગીદારી પેઢી ચલાવે છે.ગત માર્ચ મહિનામા ઓળખીતા જગદીશભાઈ પુંજાભાઈ મકવાણા મળ્યા હતા અને હરિભાઈ શાહ નામના ફાયનાન્સર સાથે કોન્ફરન્સ ફોનમાં વાત કરાવીને ફાયનાન્સ આપવાની વાત કરી હતી.

ત્યારબાદ ગત તારીખ ૧૯-૩-૨૪ના રોજ ફાયનાન્સ સંબંધીત કાગળો લઈને ચીખોદરા ચોકડીએ બોલાવતા ત્યાં સુનિલભાઈ ત્યાં ગયા હતા. જ્યાં હરિભાઈ શાહ નામની વ્યક્તિ મળી હતી. જેણે પોતાની સાથે બે શખ્સોની હિતેન્દ્રભાઈ પટેલ અને સતીષભાઈ તરીકે ઓળખાણ કરાવી હતી અને જણાવ્યું હતુ કે,હિતેન્દ્રભાઈને ધાર્મિક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે સારા સંબંધો છે,અને આવા ધાર્મિક ટ્રસ્ટના પૈસાનું ફાયનાન્સ કરાવે છે, જેઓ તમને ફાયનાન્સ કરશે. ત્યારબાદ ફાઈલ જઈને ૧૧ કરોડ રૂપિયાનું ફાયનાન્સ અપાવવાની વાત કરી હતી જે પેટે સ્ટેમ્પ ડ્યુટીના ૪૫ લાખ રૂપિયા રોકડા આપવા પડશે. સ્ટેમ્પ ડ્યુટી ભર્યેથી બે જ દિવસની અંદર લોન મંજુર થઈ જશે અને તમને પૈસા મળી જશે તેવો પાકો વિશ્વાસ આપ્યો હતો. ત્યારબાદ વડોદરા-આજવા રોડ ઉપર આવેલી સુનિલભાઈની નવી બનતી સાઈટ જોવા માટે ગયા હતા. ત્યાંથી ઘરે ચા-નાસ્તો કરવા માટે લઈ જતા ત્રણેય ઘરે આવ્યા હતા અને ઘરના સભ્યોને પણ મળીને ફાયનાન્સ અપાવી દેવાનો ભરોસો આપ્યો હતો. ત્યારબાદ હરિભાઈએ અવાર-નવાર ફોન કરીને સ્ટેમ્પ ડયુટીના પૈસા તૈયાર થઈ ગયા હોય તો લેવા આવીએ તેમ જણાવીને ગત તારીખ ૪-૪-૨૪ના રોજ હરિભાઈ,હિતેન્દ્રભાઈ પટેલ અને સતિષભાઈ વડોદરા ખાતે આવીને સ્ટેમ્પ ડ્યુટીના ૪૫ લાખ રૂપિયા લઈ ગયા હતા અને આવતીકાલે ૧૧ કરોડ રૂપિયાનું ફાયનાન્સ મંજુર કરાવી દઈશુ તેમ જણાવ્યું હતુ. બીજા દિવસે સાંજે હરિભાઈ અને હિતેન્દ્રભાઈનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતુ કે, અમો પૈસા લઈને સુરત જતા હતા ત્યારે રસ્તામાં ભરૂચ પાસે પોલીસે ચુંટણીના અનુસંધાને કારની તપાસ કરતા અંદરથી મળેલા ૪૫ લાખ રૂપિયા જપ્ત કરી લીધા છે. એટલે અત્યારે ફોન કરતા નહીં, અમે સામેથી ફોન કરીને તમને જણાવીશુ. ત્યારબાદ બન્નેના ફોન સ્વીચ ઓફ થઈ જવા પામ્યા હતા. જેથી પોતાની સાથે છેતરપીંડી થયાનું લાગતા જ સુનિલભાઈ ટેન્શનમાં આવી ગયા હતા અને તબિયત લથડતા ડોક્ટરે અવર-જવર કરવાની ના પાડી દીધી હતી. જેથી તેમના પીએ શહેજાદઅલી ઠાકોરે ગત તારીખ ૯-૪-૨૪ના રોજ પોલીસમાં અરજી કરી હતી. જેની તપાસમાં જાણવા મળ્યું હતુ કે, હિતેન્દ્રભાઈ શાહનું સાચુ નામ બ્રીજેશ ઉર્ફે હિતન્દ્રભાઈ કાંતિભાઈ પાડલીયા (રે. હાલ રંગોલી ચોકડી, સુરત, મુળ ખરેડા ગામ તા. ગોંડલ તથા રાજકોટ), હરિભાઈ શાહનું સાચુ નામ અમીનશા વલીશા શાહમદાર (રે. ગોંડલ)અને સતિષભાઈનું સાચુ નામ સતીષભાઈ જીવભાઈ સાબડ (રે. રાજકોટ)ના હોવાનું જાણવા મળ્યું હતુ. જુલાઈ-૨૪માં સતીષભાઈ સાબડે તેમને ફોન કરીને આણંદની ચીખોદરા ચોકડીએ બોલાવી કોર્પોરેશન બેંક,રાજકોટના ૧૯ લાખના ચાર ચેકો નોટરી રૂબરૂ લખાણ કરીને આપ્યા હતા. પરંતુ ખાતામાં ભરવા જતા ઉક્ત બેંક મર્જ થઈ ગઈ હોય, ક્લીયરીંગ થઈ શકશે નહીં તેમ બેંકમાંથી જાણવા મળ્યું હતુ. જેથી સતીષભાઈને વાત કરતા તારીખ ૨૩-૭-૨૪ના રોજ બ્રીજેશભાઈ વડોદરા એરપોર્ટ સર્કલ પાસે મળ્યા હતા અને ૪૫ લાખના ચાર ચેકો આપ્યા હતા. જે ચેકો નિયત તારીખે ખાતામાં ભરતા તે રીર્ટન થયા હતા. ત્યારબાદ અવાર-નવાર ફોન કરતા ત્રણેય શખઅસોએ કોઈ જવાબ આપ્યો નહોતો. આમ, પોતાની સાથે ૪૫ લાખની આબાદ છેતરપીંડી થતાં જ આણંદ રૂરલ પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે ત્રણેય શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.

ભાદરણ ચોકડીએ સાઈડ આપવાની બાબતે ટ્રક ટ્રેલરના ડ્રાયવર-ક્લીનરને પાઈપથી માર માર્યો

બાંધણીની કિશોરીને ભગાડી જઈને વારંવાર દુષ્કર્મ ગુજારનાર શખ્સને ૨૦ વર્ષની કેદની સજા

ખાનપુરની કિશોરીનું રીક્ષામાં અપહરણ કરીને છેડતી કરતા એકને બે વર્ષની અને બેને એક-એક વર્ષની સજા

તારાપુર : પચેગામની ઓરડીમાં છુપાવેલી વિદેશી દારૂ-બીયરની ૭૨ પેટી સાથે શખ્સ ઝડપાયો

ખંભાત : ૭૫ હજાર રૂા.ના ચેક રીર્ટન કેસમાં પણસોરાના શખ્સને ૧ વર્ષની કેદની સજા

ચીખોદરા : સમાધાન કરાવવા વચ્ચે પડેલા વકિલ ઉપર ત્રણ માથાભારે શખ્સોનો જીવલેણ હુમલો

તારાપુર : વિદેશી દારૂની ૧૧૮ પેટી ભરેલી આઈસર ટ્રક અને કાર સાથે ચાર શખ્સો ઝડપાયા

વડોદમાં પ્રેમલગj કરનાર ગર્ભવતી યુવતી પાસે પતિએ છુટાછેડાની માંગણી કરીને બચકું ભરી લેતા ફરિયાદ