Sardar Gurjari

ગુરુવાર, તા. ૨૪ એપ્રિલ, ૨૦૨૫, ચૈત્ર વદ ૧૧, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૦૪

મુખ્ય સમાચાર :
સેવાલિયા : ગાડી વેચાણ રાખનાર પાસેથી મિત્રતામાં ઉછીના નાણાં પરત પેટેનો ચેક રીટર્ન કેસમાં ૧ વર્ષની કેદ
હાલોલના તારીકઅહેમદ કાજીએ ગાડીની લોનના બાકી રૂ.૧ લાખ અને ઉછીના ૧ લાખ મળી ર લાખનો ચેક મજીતમીયાં શેખને આપ્યો હતો
14/03/2025 00:03 AM Send-Mail
ગળતેશ્વર તાલુકાના રોઝવામાં રહેતા ખેડૂતે હાલોલના વેપારીની ગાડી વેચાણ રાખી હતી. જેમાં ગાડીની બાકી લોનના નાણાં પોતે ભરપાઇ કરશે તેમ વેચનારે કહયું હતું. દરમ્યાન ગાડી ખરીદનાર પાસેથી રૂ. ૧ લાખ ઉછીના અને ગાડીની લોનના બાકી રૂ. ૧લાખ મળી બાકી નીકળતા બે લાખ પેટેનો ચેક આપ્યો હતો. જે બેંકમાં રજૂ કરતા અપૂરતા ભંડોળના શેરા સાથે પરત ફર્યો હતો. જેથી નોટિસ આપવા છતાંયે ચેકના નાણાં ન મળતા સેવાલિયા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. આ કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની કેદ અને ચેકની બાકી નીકળતી રકમ વળતર પેટે ચૂકવવા હૂકમ કર્યો હતો.

મળતી વિગતોમાં રોઝવાના મજીતમીયાં મુસ્તુફામીયાં શેખે હાલોલમાં રહેતા વેપારી તારીકઅહેમદ રીયાજુદ્દીન કાજી પાસેથી ગત તા. ૯ માર્ચ,ર૦ù૧૬ના રોજ વેચાણ કરાર કરીને ગાડી વેચાણ લીધી હતી.

વેચાણ કરારની શરતે ગાડીની બાકી લોનના રૂ. ર.૩૦ લાખ મજીતમીયાં શેખ નિયમિત રીતે ભરપાઇ કરવાની અને આ રકમ કરતાં વધારાની કોઇ રકમ ભરવાની થતી હોય તો તે ફાયનાન્સમાં ભરપાઇ કરવાની જવાબદારી તારીકઅહેમદે સ્વીકારી હતી. દરમ્યાન ગાડીની લોનની બાકી રકમ, પેનલ્ટી મળીને ૧ લાખથી વધુ રકમ ફાયનાન્સ કંપનીમાં ભરવાની બાકી પડતી હતી. જે બાબતે મુજીતમીયાંએ ર૬ સપ્ટે.ર૦૧૭ના રોજ લીગલ નોટિસ મોકલતા તારીકઅહેમદે ઝઘડો કર્યો હતો. જે મામલે ગળતેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. દરમ્યાન તારીક અહેમદના સંબંધી અને વાડદમાં રહેતા રાજુભાઇ સૈયદે મધ્યસ્થી કરીને સમાધાન કરાવ્યું હતું. જેથી બંને વચ્ચે મિત્રતાના સંબંધો બંધાયા હતા. દરમ્યાન ગત જાન્યુ.ર૦૧૮માં તારિકઅહેમદે રુબરુ મળીને ૧ લાખની જરુર હોવાની ત્રણ માસના વાયદે માંગણી કરી હતી. જેથી મુજીતમીયાંએ કાર લોનના બાકી ૧ લાખનો હિસાબ કલીયર કરવાનું કહયું હતું. ત્યારબાદ રૂ. ૧ લાખ ઉછીના લેવા સમયે સમગ્ર રકમની અવેજ પેટે રૂ. ર લાખનો ચેક આપ્યો હતો. મુજીતમીયાંએ તા. ૧૦ એપ્રિલ,ર૦ù૧૮ના રોજ ચેક બેંકમાં રજૂ કરતા અપૂરતા ભંડોળના શેરા સાથે પરત ફર્યો હતો. જેથી તા. ૧૮ મે,ર૦૧૮ના રોજ નોટિસ મોકલવા છતાંયે નાણાં ચૂકવ્યા ન હતા. આથી તા. ૭ જૂન,ર૦૧૮ના રોજ સેવાલિયા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. આ કેસમાં રજૂ થયેલ લેખિત-મૌખિક પુરાવા, દસ્તાવેજ સહિતની બાબતો ધ્યાને લઇને કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી પક્ષે કાયદાકીય જોગવાઇ હેઠળ પોતાનો બચાવ સંભાવનાની પ્રબળતાના સિદ્ઘાંત અનુસાર પૂરવાર કરવાનો રહે છે. પરંતુ આરોપી પક્ષે ફરિયાદીની ઉલટતપાસ કરી કે પોતે પુરાવો રજૂ કરી કોઇ ખંડનાત્મક હકીકતો રેકર્ડ ઉપર લાવેલ નથી. જયારે ફરિયાદપક્ષે પોતાનો કેસ સાબિત કરેલ હોવાનું કોર્ટનું સ્પષ્ટ માનવું છે. ન્યાયાધીશ ડી. જી. વાઘેલા (જયુડી. મેજી. ફ.ક.,સેવાલિયા)એ તાજેતરમાં આ કેસમાં આરોપી તારીકઅહેમદ કાજીને ધી નેગો.ઇન્સ્ટ´.એકટની કલમ ૧૩૮ મુજબના ગુનામાં તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદ તથા ચેકની રકમ રૂ.ર લાખ ફરિયાદીને ચુકાદાની તારીખથી બે માસમાં વળતર તરીકે ચૂકવી આપવા, તેમાં કસૂર બદલ વધુ ૩ માસની સજા ભોગવવાનો હૂકમ કર્યો હતો. ઉપરાંત ચુકાદો જાહેર કરવા સમયે આરોપી કોર્ટમાં હાજર ન હોઇ, સજા ભોગવવા માટે આરોપીને કોર્ટમાં હાજર કરવા આરોપી સામે બિનજામીન પાત્ર વોરંટ ઇશ્યુ કરવાનો હૂકમ કર્યો હતો.

મહુધા : મહીસા નજીક યુવક-યુવતીની માથામાં બોથડ પદાર્થના ફટકા મારીને હત્યા કરાયેલી લાશ મળી

ગરમાળા : ખેતરમાં રોપણી બાબતે જાતિવાચક અપમાન, ધમકી આપનાર ૪ વ્યકિતઓને એટ્રોસિટી એકટ હેઠળ ૩ વર્ષની સખ્ત કેદ

માતર : માછિયેલમાં ૬૫ વર્ષિય વૃદ્ઘા સાથે દુષ્કર્મ ગુજારનાર ૩૮ વર્ષીય યુવકને ૧૦ વર્ષની સજા

નડિયાદમાં જુના કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલ લાલ કોર્ટના તાળા તોડી ચોરીનો પ્રયાસ

નડિયાદ : જિલ્લા પંચાયત કચેરીની સિંચાઈ શાખાના નાયબ ચીટનીશ લાંચ લેતા રંગેહાથે ઝડપાયા

નડિયાદ : સીરપકાંડના આરોપીના ઘરમાંથી ૧ કરોડ ઉપરાંતની ચોરી કરનાર આંતરરાજ્ય ઘરફોડિયા સહિત ત્રણ ઝડપાયા

ખેડા : રસિકપુરાની પરિણીતાને તલાટી પતિ સહિત ૭ વ્યક્તિઓએ ત્રાસ ગુજારતા ફરિયાદ

નડિયાદ : હાથનોલીમાં ૩૯૩ ગુંઠા જમીન પચાવી પાડવા બે સગા ભાઈએ બહેનને અજાણ રાખી હક્ક કમી કરાવી લેતાં ફરિયાદ