Sardar Gurjari

સોમવાર, તા. ૧૯ મે, ૨૦૨૫, વૈશાખ વદ ૬, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૨૯

મુખ્ય સમાચાર :
પેન્સિલવેનિયા : ૧ હજારમાં ખરીદેલ જૂના ચિત્રને ઘરે જઇને ધ્યાનથી જોતા મહિલા ચોંકી, રાતોરાત બની કરોડપતિ
07/04/2025 00:04 AM Send-Mail
અંગ્રેજીમાં કહેવત છે કે કયારેય કોઇ પુસ્તકની કિંમત તેના કવરથી આંકવી જોઇએ નહી. જરુરી નથી કે દરેક ચીજ બહારથી દેખાય છે તેવી અંદરથી પણ, વાસ્તવિકરુપે પણ હોય. આ વાત અમેરિકી મહિલા સાથે સત્ય સાબિ થઇ છે. આ મહિલાએ નીલામીમાંથી એક જૂનું પેઇન્ટિંગ ખરીદયું હતું. ત્યારબાદ ઘરે જઇને તસ્વીરને ધ્યાનથી જોતા જ તેના હોશ ઉડી ગયા અને આ તસ્વીરના કારણે તે રાતોરાત કરોડપતિ બની ગઇ.

ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનુસાર પેન્સિલવેનિયાની રહિશ હીડી માર્કો સેલવૈઝ ગુંસ એન્ટીકસની માલિક છે. જાન્યુઆરીમાં તેણી મોન્ટગામરી કાઉન્ટિીના એ એન્ટીક સ્ટોરમાં યોજાયેલ હરાજીમાં સામેલ થવા પહોંચી હતી. જયાં તેણીની નજર એક પેઇન્ટીંગ પર પડી હતી. જેમાં એક મહિલાનું ચિત્ર હોવાનું જોવા મળ્યું હતું. જો કે ચિત્ર અંગેનું કોઇ લખાણ વાંચ્યા વિના, માત્ર તે પસંદ પડયું હોવાથી તે પતિ અને પુત્રને આ ચિત્ર ખરીદવા માટે હરાજીમાં બોલી બોલવા કહયું હતું.

હરાજીમાં ૧ હજારથી ૩ હજાર ડોલર સુધીના પેઇન્ટીંગ-ચિત્રો હતા. જયારે મહિલાને પસંદ આવેલ ચિત્રને માત્ર ત્યાં મૂકવામાં આવ્યું હતું. પરંતુ આ ચિત્ર જોઇને તેને ખરીદવાની ઇચ્છા પ્રબળ બની હતી. આથી તેણીએ ૧ર ડોલરમાં આ પેઇન્ટીંગ ખરીદયું. ત્યારબાદ ઘરે જઇને ચિત્રને નજીકથી જોતા જ તેનું હદય આંચકો ચૂકી ગયું. કારણ કે હીડી માર્કો પણ ખુદ પુરાણી ચીજવસ્તુઓની જાણકાર હતી. ચિત્રને સાવ નજીકથી જોતાં જ તેને ખ્યાલ આવ્યો કે આ ખૂબ દુર્લભ અને કિંમતી પેઇન્ટીંગ છે. તેની પાછળ ફ્રાસના લેજેન્ડ ઇંપ્રેશનિસ્ટ રેનોએયરની સહી હતી. ચિત્ર અંગે વધુ વિચાર્યા બાદ તે પોટ્રેટ રેનોએયરની પત્નીનું હોઇ શકેની ધારણા બની. આથી હીડી માર્કાએ અન્ય આર્ટ નિષ્ણાંતનો સંપર્ક કર્યો. તેઓએ કહું કે, આ ચિત્ર અસલી છે અને તેઓએ વાઇલ્ડેન્સટીન પ્લૈટનર ઇન્સ્ટિટયૂટનો સંપર્ક કર્યો, જેઓ આગામી સમયમાં આ ચિત્ર અંગેની સત્યતા બહાર લાવશે. જો ચિત્રમાં ખરેખર રેનોએયરની સહી હશે તો તેની કિંમત ૮.પ કરોડ જેટલી થવા જાય છે. આ રકમ મેળવીને હીડી માર્કા રાતોરાત કરોડપતિ બની શકે છે.