Sardar Gurjari

સોમવાર, તા. ૧૯ મે, ૨૦૨૫, વૈશાખ વદ ૬, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૨૯

મુખ્ય સમાચાર :
અમેરિકા : વગર માથાનો મરઘો ૧૮ મહિના સુધી જીવિત રહ્યો, લોકો માની રહ્યા છે ચમત્કાર
07/04/2025 00:04 AM Send-Mail
અમેરિકાના કોલોરાડોમાં એક મરઘો પોતાનું માથું ન હોવા છતાંયે ૧૮ મહિના સુધી જીવીને ઇતિહાસ રચી દીધો છે. આ અનોખા મરઘાંનું નામ છે માઇક. જેને લોકો હેડલૈસ ચીકન તરીકે ઓળખે છે. જો કે કોઇપણ જીવ માથું વગર જીવિત રહી શક તે વાત પર જ ભાગ્યે જ કોઇ વિશ્વાસ મૂકી શકે. પરંતુ લગભગ ૮૦ વર્ષ અગાઉ આ પ્રકારની ઘટના બની હતી. જેમાં કોલોરાડોના એક મરઘાએ માથું ન હોવા છતાંયે ૧૮ મહિના સુધી જીવિત રહીને ઇીતહાસ રચ્યો હતો.

આ ઘટના સપ્ટેમ્બર,૧૯૪પમાં કોલોરાડોના એક ફાર્મ હાઉસમાંથી શરુ થઇ હતી. જયાં લોયડ ઓલ્સન અને તેની પત્ની કલારા મરઘાઓને મારવાનું કામ કરતા હતા. તેઓએ અનેક મરઘાંઓને કાપ્યા હતા. પરંતુ તેમાંથી એક મરઘો માથું કપાઇ જવા છતાંયે જીવિત રહ્યો અને વિસ્તારમાં ભટકતો રહ્યો.

વૈજ્ઞાનિકોનુસાર મરઘાનું મગજ માથાની પાછળની સાઇડે હોય છે. જયારે ઓલ્સને માઇકનું માથું કાપ્યું ત્યારે તેના મગજ અને ગળાનો ભાગ સુરિક્ષત બચી ગયો હતો. જેના કારણે મરઘો જીવિત રહી શકાયો. સાથોસાથ રકતસ્ત્રાવ પણ બંધ થઇ ગયો. ઓલ્સને માઇકની દેખરેખ રાખવાનું શરુ કર્યુ. પહેલા તે નળીથી પાણી અને ખાવાનું આપતો હતો. સાથોસાથ માઇકની શ્વાસનળીમાં એકઠા થતા મયૂકસ કાઢવા માટે તે સિરીઝનો ઉપયોગ કરતો હતો. માઇકનો ચમત્કાર આસપાસના ગામોમાં પહોંચ્યો, ઓડિયો-વિડીયો સમાચાર વાયરલ થયા. જેથી માઇકને જોવા માટે લોકો દૂર દૂરથી આવવા લાગ્યા. બીજી તરફ ઓલ્સન પણ માઇકને સાથે લઇને અમેરિકાના જુદા જુદા શહેરોમાં જતો. આ અનોખા મરઘા દ્વારા ઓલ્સન પરિવારે અઢળક નાણાં મેળવ્યા હતા. અને વૈભવી જીવન જીવવા લાગ્યા હતા. એપ્રિલ, ૧૯૪૭માં માઇક પોતાના પ્રવાસ દરમ્યાન એરિજોનાના ફીનિકસ શહેરમાં હતો. બાદમાં મોડી રાત્રે તેને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી. ઓલ્સન પરિવારે ઝડપથી તેની સિરિન્જ શોધવાનો પ્રયાસ કર્યો પરંતુ દુર્ભાગ્યવશ તેઓ પાસે સિરીંઝ ન હતી. જેના કારણે માઇનના ગળામાં કફ એકઠો થયો અને શ્વાસ રુંધાઇ જવાના કારણે તેનું મૃત્યુ નીપજયું. જો કે માઇકના અવસાનની વાત ઓલ્સન પરિવારે વર્ષો સુધી દુનિયાથી છૂપાવીને રાખી હતી અને લોકોને એમ કહયું હતું કે, તેઓએ માઇકને વેચી દીધો છે. પરંતુ બાદમાં સત્ય બહાર આવ્યું. માઇકની યાદમાં કોલોરાડોના ફ્રૂટા શહેરમાં દર વર્ષ માઇક ધ હેડલેસ ચિકન ફેસ્ટીવલની ઉજવણી કરવામાં આવે છે. જેમાં રેસ, મ્યુઝિક, ગેમ્સ અને હેડલેસ ચીકનની થીમ પર બનેલ ચીજો સામેલ કરવામાં આવે છે.