Sardar Gurjari

સોમવાર, તા. ૧૯ મે, ૨૦૨૫, વૈશાખ વદ ૬, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૨૯

મુખ્ય સમાચાર :
અમેરિકનમાં છેતરપિંડીનો આરોપ મૂકી ૨૦૦ ભારતીય સહિત ૭૦૦ લોકોને કાઢી મૂકતાં હોબાળો
કર્મચારીઓએ તેલુગુ સંગઠનો સાથે સહયોગ કરીને કંપનીના મેચિંગ ગિફ્ટ પ્રોગ્રામનો દુરુપયોગ કર્યો હોવાનો આરોપ
18/04/2025 00:04 AM Send-Mail
અમેરિકાની દિગ્ગજ મોર્ગેજ કંપની 'ફેની મે'એ ૯ અને ૧૦ એપ્રિલના રોજ છેતરપિંડીનો આરોપ લગાવીને ૭૦૦ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે, જેમાંના ૨૦૦ ભારતીયો છે અને એ ૨૦૦માંના મોટાભાગના તેલુગુ ભાષી છે. કર્મચારીઓએ તેલુગુ સંગઠનો સાથે સહયોગ કરીને કંપનીના 'મેચિંગ ગિફ્ટ પ્રોગ્રામ'નો દુરુપયોગ કર્યો હોવાનો આરોપ છે. ફેની મેએ તેના પુનર્ગઠન પ્રયાસોના ભાગ રૃપે આ છટણી નૈતિક ધોરણોને આધારે કરી હોવાનું જણાવ્યું હતું. ફેની મે (ફેડરલ નેશનલ મોર્ટગેજ એસોસિએશન) એ અમેરિકન સરકાર દ્વારા પ્રાયોજિત કંપની છે. એની સ્થાપના ૧૯૬૮ માં કરવામાં આવી હતી.

'મેચિંગ ગ્રાન્ટ' એ ભંડોળનો એક એવો પ્રકાર છે, જેમાં દાતા અમુક-તમુક પ્રોજેક્ટ માટે દાન આપવા સંમત થાય છે, પરંતુ માત્ર ત્યારે જ જો અરજદાર વ્યક્તિ અથવા સંસ્થા પણ તે પ્રોજેક્ટ માટે ભંડોળનું યોગદાન આપે. ઉદાહરણ લઈને સમજીએ તો, ધારોકે તમે ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકોને ભણાવવા માટે અભ્યાસ વર્ગ ચલાવવા માંગો છો. એ માટે જે ખર્ચ થાય એનો એક હિસ્સો તમે ફાળવો અને એને અનુરૃપ બાકીનો હિસ્સો બીજી કોઈ વ્યક્તિ કે સંસ્થા ફાળવે તો એ રીતે મળેલું દાન 'મેચિંગ ગ્રાન્ટ' કહેવાય.


વધુ ૧૧ શરતો માનો નહીંતર હવે ફંડ નહીં આપીએ આઈએમએફની પાકિસ્તાને ચેતવણી

મેક્સિકન નૌકાદળનું જહાજ ન્યૂયોર્કમાં બ્રુકલિન બ્રીજ સાથે અથડાયું : ૧૯ ઘાયલ, ૨નાં મોત

બ્રિટિશ પર્વતારોહક ગાઈડે દુનિયાના સૌથી ઉંચા માઉન્ટ એવરેસ્ટને ૧૯મી વખત સર કરી રેકોર્ડબ્રેક કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાં બે જેહાદીની એન્ટ્રી ભારત અને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ચિંતા

ઈઝરાયેલનો ગાઝા પર ફરી ભયાનક હુમલો : ૯૩ના મોત

ટ્રમ્પ ૮૪ કરોડના ઈનામી આતંકી અલ-શરાને મળ્યા, પૂર્વ અલ કાયદાના આતંકીને કાબિલ ગણાવ્યો

ચીને અરુણાચલ પ્રદેશના ૨૭ સ્થળોના નામ બદલ્યા, સરકારી વેબસાઈટ પર યાદી જાહેર કરી

હું નથી ઇચ્છતો કે એપલ પ્રોડકટ ભારતમાં બને : ડોનાલ્ડ ટ્રમ્પ