Sardar Gurjari

સોમવાર, તા. ૧૯ મે, ૨૦૨૫, વૈશાખ વદ ૬, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૨૯

મુખ્ય સમાચાર :
સિટી સ્કેનના વધુ પડતાં ઉપયોગથી કેન્સર થવાની આશંકા અમેરિકામાં વધુ એક લાખ લોકોને કેન્સર થવાની શક્યતા
અમેરિકામાં ૨૦૨૩માં ૯.૯૩ કરોડનું કમ્પ્યુટેડ ટોમોગ્રાફી એટલે કે સિટી સ્કેન કરવામાં આવ્યું
19/04/2025 00:04 AM Send-Mail
JAMA ઈન્ટરનલ મેડિસિન નામની પ્રતિષ્ઠિત જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકામાં સીટી સ્કેનના કારણે એક લાખ નવા કેન્સરના દર્દીઓ વધવાની આશંકા છે, જેમાં દસ હજાર જેટલા કેસ તો બાળકોના હોઈ શકે છે. અમેરિકામાં ૨૦૨૩માં ૯.૯૩ કરોડ લોકોની કમ્પ્યુટેડ ટોમોગ્રાફી એટલે કે સીટી સ્કેન કરવામાં આવ્યું હતું, જેમાંથી અનેક લોકોને કેન્સર થવાની શક્યતા વધી ગઈ છે. આ આંકડો આલ્કોહોલથી થતા કેન્સર જેટલો જ છે. અમેરિકામાં ૨૦૦૯થી સીટી સ્કેનના કારણે થતા કેન્સરમાં ૩૦%નો વધારો થયો છે.

આ રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિને વારં વાર સીટી સ્કેન કરાવે છે, તો તે વ્યક્તિને કેન્સર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, આ રિસર્ચ કોઅમેરિકામાં દર્દીઓ પર થઈ રહેલા સ્કેનના આધારે કરવામાં આવ્યો છે. અમેરિકામાં કરવામાં આવેલા આ સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, કેન્સરના કેસમાં ૫ ટકા સીટી સ્કેન કરાવવાના કારણે થઈ શકે છે. આવા લોકોને કેન્સર થવાની આશંકા વધારે છે, જેઓએ તેમના જીવનમાં કેટલીયે વાર સીટી સ્કેન કરાવ્યું હતું. રિસર્ચમાં કહ્યું છે કે, સ્કેન દરમિયાન મશીનમાંથી નીકળતા રેડિયેશન કેન્સરનો ખતરો વધારે છે.

જરુરી નથી કે, સીટી સ્કેન સંપૂર્ણરીતે નુકસાન કારક છે. આ એક ઉપયોગી અને જીવનરક્ષક ટેકનીક છે. પરંતુ જરરિયાતથી વધારે અથવા કોઈ કારણ વગર તેનો પ્રયોગ તમારા આરોગ્ય માટે ખતરો સાબિત થઈ શકે છે. આમ તો ડોક્ટર સામાન્ય રીતે ત્યારે જ સીટી સ્કેન કરાવવી સલાહ આપે છે જ્યારે ખૂબ જરુરી હોય. તેના બદલે તને સ્ઇૈં,અલ્ટ્રાસાઉન્ડ અથવા અન્ય ટેકનિકથી દર્દીના બીમારીની માહિતી મળી શકે છે, તો એવા વિકલ્પ યોગ્ય થઈ શકે છે.

વધુ ૧૧ શરતો માનો નહીંતર હવે ફંડ નહીં આપીએ આઈએમએફની પાકિસ્તાને ચેતવણી

મેક્સિકન નૌકાદળનું જહાજ ન્યૂયોર્કમાં બ્રુકલિન બ્રીજ સાથે અથડાયું : ૧૯ ઘાયલ, ૨નાં મોત

બ્રિટિશ પર્વતારોહક ગાઈડે દુનિયાના સૌથી ઉંચા માઉન્ટ એવરેસ્ટને ૧૯મી વખત સર કરી રેકોર્ડબ્રેક કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાં બે જેહાદીની એન્ટ્રી ભારત અને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ચિંતા

ઈઝરાયેલનો ગાઝા પર ફરી ભયાનક હુમલો : ૯૩ના મોત

ટ્રમ્પ ૮૪ કરોડના ઈનામી આતંકી અલ-શરાને મળ્યા, પૂર્વ અલ કાયદાના આતંકીને કાબિલ ગણાવ્યો

ચીને અરુણાચલ પ્રદેશના ૨૭ સ્થળોના નામ બદલ્યા, સરકારી વેબસાઈટ પર યાદી જાહેર કરી

હું નથી ઇચ્છતો કે એપલ પ્રોડકટ ભારતમાં બને : ડોનાલ્ડ ટ્રમ્પ