Sardar Gurjari

સોમવાર, તા. ૧૯ મે, ૨૦૨૫, વૈશાખ વદ ૬, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૨૯

મુખ્ય સમાચાર :
અમેરિકામાં હજારો લોકોએ રાષ્ટ્રપતિ આવાસ ઘેર્યુ, તમામ ૫૦ રાજયોમાં વિરોધ પ્રદર્શન
પોસ્ટરમાં લખ્યું - ટ્રમ્પને અલ સાલ્વાડોરની જેલમાં ધકેલો
21/04/2025 00:04 AM Send-Mail
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની નીતિઓ વિરૂદ્ઘ શનિવારે ફરી એકવાર હજારો વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દેખાવો તમામ ૫૦ રાજયોમાં થયા હતા. વિરોધીઓ ટ્રમ્પના ટેરિફ વોર નીતિઓ અને સરકારી નોકરીઓમાં છટણીનો વિરોધ કરી રહ્યા છે.

આ સમય દરમિયાન વિરોધીઓએ રાષ્ટ્રપતિના નિવાસસ્થાન વ્હાઇટ હાઉસને ઘેરી લીધું. લોકોએ ટ્રમ્પ પર સભ્યતા અને કાયદાના શાસનને કચડી નાખવાનો આરોપ લગાવ્યો. આ ચળવળને ૫૦૫૦૧ નામ આપવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે ‘૫૦ વિરોધ, ૫૦ રાજયો, ૧ આંદોલન’

વ્હાઈટ હાઉસ ઉપરાંત વિરોધીઓએ ટેસ્લાના શોરૂમને પણ ઘેરી લીધો હતો. ટ્રમ્પ વિરૂદ્ઘ વિરોધ પ્રદર્શન્નો આ બીજો તબક્કો છે. આ પહેલા ૫ એપ્રિલે દેશભરમાં ટ્રમ્પ વિરૂદ્ઘ વિરોધ પ્રદર્શન થયા હતા. રાજધાની વોશિંગ્ટન ડીસી સહિત તમામ રાજયોમાં વિરોધ પ્રદર્શનોનું મુખ્ય કારણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉદ્યોગપતિ ઇલોન મસ્કની આક્રમક નીતિઓ છે. ઇલોન મસ્કનો કાર્યક્ષમતા વિભાગ સરકારી વિભાગોમાં સતત છટણી કરી રહ્યો છે. અત્યાર સુધીમાં હજારો સરકારી કર્મચારીઓને તેમની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. બીજી તરફ ટ્રમ્પની ઇમિગ્રન્ટસ સામે કાર્યવાહી કરવાની અને અન્ય દેશો પર ટેરિફ લાદવાની કડક નીતિ પણ આ વિરોધ પ્રદર્શનોનું એક મુખ્ય કારણ છે. ટ્રમ્પના ટેરિફ યુદ્ઘને કારણે અન્ય દેશોાંથી અમેરિકા આવતા માલના ભાવમાં વધારો થયો છે. આની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી રહી છે.

વધુ ૧૧ શરતો માનો નહીંતર હવે ફંડ નહીં આપીએ આઈએમએફની પાકિસ્તાને ચેતવણી

મેક્સિકન નૌકાદળનું જહાજ ન્યૂયોર્કમાં બ્રુકલિન બ્રીજ સાથે અથડાયું : ૧૯ ઘાયલ, ૨નાં મોત

બ્રિટિશ પર્વતારોહક ગાઈડે દુનિયાના સૌથી ઉંચા માઉન્ટ એવરેસ્ટને ૧૯મી વખત સર કરી રેકોર્ડબ્રેક કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાં બે જેહાદીની એન્ટ્રી ભારત અને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ચિંતા

ઈઝરાયેલનો ગાઝા પર ફરી ભયાનક હુમલો : ૯૩ના મોત

ટ્રમ્પ ૮૪ કરોડના ઈનામી આતંકી અલ-શરાને મળ્યા, પૂર્વ અલ કાયદાના આતંકીને કાબિલ ગણાવ્યો

ચીને અરુણાચલ પ્રદેશના ૨૭ સ્થળોના નામ બદલ્યા, સરકારી વેબસાઈટ પર યાદી જાહેર કરી

હું નથી ઇચ્છતો કે એપલ પ્રોડકટ ભારતમાં બને : ડોનાલ્ડ ટ્રમ્પ