Sardar Gurjari

સોમવાર, તા. ૧૯ મે, ૨૦૨૫, વૈશાખ વદ ૬, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૨૯

મુખ્ય સમાચાર :
ટેરિફ વોર વચ્ચે ડ્રેગનનું શક્તિ પ્રદર્શન, ચીનના જે-૩૬-જે-૫૦ ફાઈટરનું પરીક્ષણ
આ જેટ ઇલેક્ટ્રો - ઓપ્ટિકલ સેન્સર અને સાઇડ લુકિંગ એરબોર્ડ રડારથી સજ્જ
21/04/2025 00:04 AM Send-Mail
વેપાર હોય કે સંરક્ષણ, ચીન દરેક મોરચે અમેરિકાને પડકાર ફેંકી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી બંને દેશો વચ્ચે ટેરિફ વોર ચાલી રહ્યો છે. ત્યારે ચીને કહ્યું કે તે અમેરિકાને દરેક પડકારનો જવાબ આપવા તૈયાર છે.

આ દરમિયાન સવાલ કરવામાં આવ્યો કે શું ચીને છઠ્ઠી પેઢીનું¶ જેટ તૈયાર કર્યુ છે? ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા અમેરિકાએ માહિતી આપી હતી કે તેમણે એફ-૪૭ ફાઇટર એરક્રાફટ બનાવવા પર કામ કરી રહ્યું છે. અમેરિકાની આ જાહેરાતના જવાબમાં ચીને જે-૩૬ અને જે-૫૦ જેવા વિમાનોના પ્રોટોટાઇપનું પ્રદર્શન કર્યુ છે.

આ દરમિયાન સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થઇ રહ્યા છે, જેમાં જોવા મળી રહ્યું છે કે બે ચીની ફાઇટર પ્લેનનું પરીક્ષણકરવામાં આવી રહ્યું છે. યુઝર્સનો દાવો છે કે આ બંને વિમાનો છઠ્ઠી પેઢીના ફાઇટર જેટ છે. ૨૬ ડિસેમ્બરના રોજ ચેંગ્ડુના આકાશમાં જોવા મળેલું ફાઇટર જેટ જે-૩૬ છે, જેને ચેંગ્ડુ એરક્રાફટ કોર્પોરેશન દ્વારા વિકાસાવવામાં આવ્યું છે. આ પૂંછડી વગરની ડિઝાઇન અને ત્રણ એન્જિનવાળા ફાઇટર જેટની ખુબ ચર્ચા થઇ રહી છે. આજ દિવસે શેનયાંગ એરક્રાફટ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ અને સંભવત : જે-૫૦ નામનુંઅન્ય પ્રોટોટાઇપ ફાઇટર જેટ ઉત્તરી ચીનના પ્લાન્ટ નજીક જોવા મળ્યું હતું. વિશ્લેષકોનું માનવું છે કે પરીક્ષણ ફલાઇટસ દ્વારા ચીન અમેરિકાને એક પડકારરૂપ સંદેશ આપી રહ્યું છે. આ ફાઇટ જેટને ત્રિકોણ અને પૂંછડી વગરની ડિઝાઇનમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ જેટમાં ત્રણ ાફ-૧૦ઈટર્બોફેન એન્જિન છે, જે જેટને હાઇ સ્પીડ અને ઊંચાઇએ લંાબા અંતર સુધી ઉડવામાં મદદ કરશે. આ જેટ ઇલેક્ટ્રો - ઓપ્ટિકલ સેન્સર અને સાઇડ લુકિંગ એરબોર્ડ રડારથી સજ્જ છે. આ જેટમાં બે પાયલટ બેસી શકે છે, જેમાંથી એક ડ્રોન નિયંત્રણનો હવાલો સંભાળશે.

વધુ ૧૧ શરતો માનો નહીંતર હવે ફંડ નહીં આપીએ આઈએમએફની પાકિસ્તાને ચેતવણી

મેક્સિકન નૌકાદળનું જહાજ ન્યૂયોર્કમાં બ્રુકલિન બ્રીજ સાથે અથડાયું : ૧૯ ઘાયલ, ૨નાં મોત

બ્રિટિશ પર્વતારોહક ગાઈડે દુનિયાના સૌથી ઉંચા માઉન્ટ એવરેસ્ટને ૧૯મી વખત સર કરી રેકોર્ડબ્રેક કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાં બે જેહાદીની એન્ટ્રી ભારત અને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ચિંતા

ઈઝરાયેલનો ગાઝા પર ફરી ભયાનક હુમલો : ૯૩ના મોત

ટ્રમ્પ ૮૪ કરોડના ઈનામી આતંકી અલ-શરાને મળ્યા, પૂર્વ અલ કાયદાના આતંકીને કાબિલ ગણાવ્યો

ચીને અરુણાચલ પ્રદેશના ૨૭ સ્થળોના નામ બદલ્યા, સરકારી વેબસાઈટ પર યાદી જાહેર કરી

હું નથી ઇચ્છતો કે એપલ પ્રોડકટ ભારતમાં બને : ડોનાલ્ડ ટ્રમ્પ