Sardar Gurjari

સોમવાર, તા. ૧૯ મે, ૨૦૨૫, વૈશાખ વદ ૬, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૨૯

મુખ્ય સમાચાર :
ઓસ્ટ્રેલિયાએ ગુજરાત સહિતના પાંચ રાજયોના વિદ્યાર્થીઓ માટે સ્ટડી વિઝા પર લગાવ્યો પ્રતિબંધ
-વિદ્યાર્થીઓ પર વિઝા દસ્તાવેજોમાં છેતરપિંડી કરવાનો આરોપ -વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં સ્ટડી વિઝા પર ફુલ ટાઇમ કામ કરી રહ્યા છે
22/04/2025 00:04 AM Send-Mail
ઓસ્ટ્રેલિયાએ ગુજરાત સહિત પાંચ રાજયોના વિદ્યાર્થીઓ માટે સ્ટડી વિઝા પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેમના પર વિઝા દસ્તાવેજોમાં છેતરપિંડી કરવાનો આરોપ છે. આ ઉપરાંત એવો પણ આરોપ છે કે આ વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં સ્ટડી વિઝા પર ફુલ ટાઇમ કામ કરી રહ્યા છે. ગુજરાત ઉપરાંત, જે રાજયો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં પંજાબ, હરિયાણા અને યુપી-બિહારના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. બે વર્ષ પહેલા પણ ઓસ્ટ્રેલિયાએ આ પાંચ રાજયો પર પ્રતિબંધ લાદયો હતો, જો કે, પછીથી તેમાં છૂટછાટ આપવામાં આવી હતી.

ભારતના મિત્ર દેશોમાંના એક ઓસ્ટ્રેલિયાના આ પગલાને એસોસિએશન ઓફ ઓસ્ટ્રેલિયન એજ્યુકેશન રિપ્રેર્જેટેટિવઇન ઇન્ડિયાએ ખોટું ગણાવ્યું છે અને કહ્યું છે કે જો ઓસ્ટ્રેલિયા આવું કરવું છે તો કેસના આધારે મૂલ્યાંકન કરવું જોઇએ.

ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓ દ્વારા ગુજરાત, યુપી, પંજાબ, હરિયાણા અને બિહારના વિદ્યાર્થીઅ માટે વિઝા પર પ્રતિબંધ મૂકવા પાછળનું કારણ એ છે કે જો આ રાજયોના વિદ્યાર્થીઓ દેશમાં આવે તો છે ફુલ ટાઈમ સ્ટડી માટે પરંતુ તેઓ અહીં વોકેશનલ કોર્સમાં એડમિશન લે છે, કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ પણ કરતા નથી અને ફકત અહીં કામ કરવા માટે વિઝા લે છે. તેનાથી વિઝા મંજૂર કરવા પર આ યુનિવર્સિટીઓને નેગેટિવ અસર કરે છે. તેમની પ્રતિષ્ઠાને પણ નુુકસાન થઇ રહ્યું છે અને સંસ્થાઓની નાણાકીય સ્થિતિ પણ કથળી રહી છે. ઓસ્ટ્રેલિયાની વિકટોરિયા યુનિવર્સિટી, વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી, એડિ કોવાન યુનિવર્સિટી, યુનિવર્સિટીઓફ વોલોંગોંગ્, ટોરેન્સ યુનિવર્સિટી સહિ ઘણી સંસ્થાઓએ આ પાંચ રાજયોના વિદ્યાર્થીઓની અરજી પ્રક્રિયા મુલતવી રાખવામાં આવી છે અથવા તેના પર કડક પ્રતિબંધો લાદયા છે. આ પહેલા પણ, એડિથ કોવાન યુનિવર્સિટીએ ફેબ્રુઆરી ૨૦૨૩માં પંજાબ અને હરિયાણાના વિદ્યાર્થીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદયો હતો. વિકટોરિયા યુનિવર્સિટીએ યુપી, રાજસ્થાન અને ગુજરાત સહિત ભારતના આઠ રાજયોના વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ મૂકયો હતો.

વધુ ૧૧ શરતો માનો નહીંતર હવે ફંડ નહીં આપીએ આઈએમએફની પાકિસ્તાને ચેતવણી

મેક્સિકન નૌકાદળનું જહાજ ન્યૂયોર્કમાં બ્રુકલિન બ્રીજ સાથે અથડાયું : ૧૯ ઘાયલ, ૨નાં મોત

બ્રિટિશ પર્વતારોહક ગાઈડે દુનિયાના સૌથી ઉંચા માઉન્ટ એવરેસ્ટને ૧૯મી વખત સર કરી રેકોર્ડબ્રેક કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાં બે જેહાદીની એન્ટ્રી ભારત અને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ચિંતા

ઈઝરાયેલનો ગાઝા પર ફરી ભયાનક હુમલો : ૯૩ના મોત

ટ્રમ્પ ૮૪ કરોડના ઈનામી આતંકી અલ-શરાને મળ્યા, પૂર્વ અલ કાયદાના આતંકીને કાબિલ ગણાવ્યો

ચીને અરુણાચલ પ્રદેશના ૨૭ સ્થળોના નામ બદલ્યા, સરકારી વેબસાઈટ પર યાદી જાહેર કરી

હું નથી ઇચ્છતો કે એપલ પ્રોડકટ ભારતમાં બને : ડોનાલ્ડ ટ્રમ્પ