Sardar Gurjari

સોમવાર, તા. ૧૯ મે, ૨૦૨૫, વૈશાખ વદ ૬, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૨૯

મુખ્ય સમાચાર :
વડોદમાં પ્રેમલગj કરનાર ગર્ભવતી યુવતી પાસે પતિએ છુટાછેડાની માંગણી કરીને બચકું ભરી લેતા ફરિયાદ
યુવક ઋત્વિકસિંહ ઉર્ફે ભાર્ગવના પરિવારજનોએ યુવતીનો સ્વીકાર કરવાનો ઈન્કાર કરી દીધો હતો
22/04/2025 00:04 AM Send-Mail
આણંદ નજીક આવેલા વડોદ ગામે રહેતી એક યુવતીએ પ્રેમલગj કર્યા બાદ પતિ થકી ત્રણ માસનો ગર્ભ ધારણ કર્યા બાદ પતિએ છુટાછેડાની માંગણી કરીને ખભા ઉપર બચકુ ભરી લેતાં સમગ્ર મામલો વાસદ પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

ફરિયાદી લ-મીબેન જયભગવાન મલિક (રે. વડોદ) સને ૨૦૨૨માં વડોદ-બેડવા રોડ ઉપર આવેલા ઔરા કોટીંગ કલરની કંપનીમાં કલરકામ કરતી હતી ત્યારે તેનો પરિચય ઋત્વિકસિંહ ઉર્ફે ભાર્ગવ શક્તિસિંહ વાઘેલા (રે. મોગર)સાથે થયો હતો. બન્ને એકબીજા સાથે મોબાઈલથી વાતચીતો કરતા હતા અને પરિચય પ્રેમમાં પલ્ટાતા બન્નેએ તારીખ ૨૨-૯-૨૩ના રોજ રજીસ્ટર પ્રેમલગj કરી લીઘા હતા. જેની બન્નેએ એકબીજાના ઘરે કરી નહોતી. થોડા સમય બાદ લ-મીબેને પોતાના ઘરે લગjની જાણ કરી હતી પરંતુ ઋત્વિકે ઘરે જાણ કરી નહોતી. થોડા સમય બાદ તેના ઘરે જાણ થતાં જ તેના પરિવારના સભ્યોએ લ-મીબેનને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો.

દરમ્યાન બન્નેએ રાજીખુશીથી શારીરીક સંબંધો બાંધ્યા હોય, તેણી ગર્ભવતી થઈ હતી અને હાલમાં તેણીને ત્રીજો મહિનો ચાલી રહ્યો છે. પતિ દ્વારા છુટાછેડાની માંગણી ચાલુ કરી દેવામાં આવી હતી. અને આ અંગે આણંદની કોર્ટમાં છુટાછેડા માટે અરજી પણ કરી હતી. જેની આજે મુદ્દત હોય, તેણી કોર્ટમાં ગઈ હતી. ત્યારબાદ બપોરના સુમારે ઋત્કિવકસિંહ તેણીના ઘરે છુટાછેડા અંગે વાતચીત કરવા માટે ગયો હતો જ્યાં શાંતિથી વાત કર્યા બાદ તે જતો રહ્યો હતો. ત્યારબાદ સાંજના પોણા પાંચેક વાગ્યાના સુમારે તે ફરીથી લ-મીબેનના ઘરે આવ્યો હતો અને છુટાછેડા બાબતે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો, લ-મીબેને છુટાછેડા આપવાની ના પાડતાં જ તેણે ખભાના ભાગે બચકુ ભરી લીઘું હતુ અને જાનથી મારી નાંખવાની ધમકી આપીને ત્યાંથી જતો રહ્યો હતો. આ અંગે લ-મીબેને વાસદ પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપી હતી.

બોરીયાવી : પશુપાલન કરતા મિત્ર પાસેથી ઉછીના નાણાં પરત પેટેનો ચેક રીટર્ન કેસમાં ૧ વર્ષની કેદ

કંકાપુરામાં ખેતરમાં કુદરતી હાજતે-રસ્તા બાબતે બે પરિવારો વચ્ચે મારમારીમાં ૪ ઘાયલ

રાસ રેલ્વે ફાટક પાસે કાર બાઈકને ટક્કર મારીને ફરાર : એકનું મોત, પિતા-પુત્રી ઘાયલ

સીલવઈમાં જમીન ખેડવા બાબતે ઝઘડો મહિલાને માથામાં પાઈપ મારી દેતાં હાલત ગંભીર

માણેજની કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી જઈ છેડતી કરનારને ૪ વર્ષની સજા

સેવાલિયા: કારમાંથી રૂા. ૭૦ હજાર ભરેલ બેગ બાઈક પર આવેલા ૩ શખ્સો ચોરીને ફરાર

ચીખોદરા : કૌટુંબીક ભાભીની હત્યા કરનાર દિયર ૩ દિવસના રીમાન્ડ પર

ઓડ : ટેમ્પીને ટક્કર મારીને એકનું મોત નીપજાવનાર ડમ્પરને સળગાવી દેતા ફરિયાદ