કપડવંજ : પ દૂધાળી ગાયો ખરીદી પેટે આપેલ ૧.૭૬ લાખનો ચેક પરત ફરતા ૧ વર્ષની કેદ
અંકિત પટેલે ચેકની રકમ વળતરપેટે ગોવિંદભાઇ પટેલને ત્રણ માસમાં ચૂકવવા, તેમાં કસૂર બદલ વધુ એક માસની કેદની સજાનો હૂકમ
કપડવંજ તાલુકાના ચારણીયાના વેપારીએ કપડવંજના વેપારી પાસેથી મિત્રતા અને ઓળખાણના સંબંધે પ દૂધાળી ગાયો ખરીદ કરીને ૧.૭૬ લાખનો ચેક આપ્યો હતો. જે બેંકમાં રજૂ કરતા અપૂરતા ભંંડોળના શેરા સાથે પરત ફર્યો હતો. જે અંગે નોટિસ આપવા છતાંયે ચેકના નાણાં ન મળતા કપડવંજ કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેમાં કોર્ટે આરોપીને એક વર્ષની કેદ અને ફરિયાદીને ચેકની રકમ વળતરપેટે ૩ માસમાં ચૂકવવા, તેમાં કસૂર બદલ વધુ એક માસની સજા ભોગવવા હૂકમ કર્યો હતો.
મળતી વિગતોમાં કરકરીયા ગામમાં રહેતા ગોંવિદભાઇ ખોડાભાઇ પટેલ ખેતી અને પશુપાલન કરે છે. તેઓના સમાજના અને આંત્રોલીના ચારણીયામાં રહેતા અંકિત ચતુરભાઇ પટેલ ગાયોની લે-વેચનો વેપાર કરતા હતા. જેઓ અવારનવાર કરકરીયા ગામમાં આવતા-જતા હોવાથી ગોંવિદભાઇ સાથે મિત્રતા બંધાઇ હતી. જેમાં અંકિત પટેલે ગોંવિદભાઇની પ દૂધાળી ગાયો ખરીદીને તે પેટે તા. ૧૩ સપ્ટે.ર૦ર૪નો ચેક આપ્યો હતો. પરંતુ બાદમાં ચેક ૧ ઓકટો.ર૦ર૪ના રોજ જમા કરાવવાનું કહેતા ગોંવિદભાઇએ ચેક બેંકમાં રજૂ કર્યો હતો. પરંતુ અપૂરતા ભંડોળના શેરા સાથે પરત ફર્યો હતો.
આથી ગોંવિદભાઇએ તા.૧૧ નવે.ર૦ર૪ના રોજ નોટિસ મોકલવા છતાંયે નાણાં મળ્યા નહતા. આથી તા. ૧૬ ડિસે.ર૦ર૪ના રોજ કપડવંજ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. આ કેસમાં રજૂ થયેલ લેખિત-દસ્તાવેજી પુરાવા, દલીલો સહિતના પાસાં ધ્યાને લઇને કોર્ટે નોંધ્યું હતુંક ે, રેકર્ડ ઉપરના પુરાવા ધ્યાને લેતા આરોપી વિરુદ્વ ધી નેગો.ઇન્સ્ટ´.એકટની કલમ ૧૩૮ મુજબના ગુનાના તત્વો પૂરવાર થતા હોઇ ફરિયાદીઓ પોતાનો આરોપી વિરુદ્વનો કેસ નિ:શંકપણે પૂરવાર કરેલ હોઇ, આરોપી તેમની વિરુદ્વના કાનૂની અનુમાનોનું ખંડન કરવામાં સંપૂર્ણ નિષ્ફળ નીવડેોા હોઇ તેઓને ધી નેગો.ઇન્સ્ટ´.એકટની કલમ ૧૩૮ મુજબના ગુના અન્વયે તકસીરવાન ઠરાવવામાં આવે છે.
ન્યાયાધીશ વંદના લલિતચંદ્ર પરદેશી (એડી.ચીફ.જયુડી.મેજી.,કપડવંજ)એ આરોપી અંકિત પટેલને ધી નેગો.ઇન્સ્ટ´.એકટની કલમ ૧૩૮ના ગુના સબબ તકસીરવાન ઠરાવી ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ રપપ(ર) અન્વયે એક વર્ષની કેદની સજાનો હૂકમ કર્યો હતો. ઉપરાંત ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ ૩પ૭ હેઠળ આરોપીએ ફરિયાદીને વિવાદિત ચેકની રકમ ૧.૭૬ લાખ વળતર તરીકે હુકમની તારીખથી ત્રણ માસમાં ચૂકવી આપવા, તેમાં કસૂર કરે તો વધુ એક માસની કેદની સજા ભોગવવાનો હૂકમ કર્યો હતો.