Sardar Gurjari

સોમવાર, તા. ૧૯ મે, ૨૦૨૫, વૈશાખ વદ ૬, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૨૯

મુખ્ય સમાચાર :
નડિયાદ : હાથનોલીમાં ૩૯૩ ગુંઠા જમીન પચાવી પાડવા બે સગા ભાઈએ બહેનને અજાણ રાખી હક્ક કમી કરાવી લેતાં ફરિયાદ
બેન વિદેશમાં હતી તે દરમિયાન અન્ય મહિલાને સબ રજીસ્ટર કચેરીમાં હાજર કરીને ફારગતિ લેખમાં સહી કરાવી અને તમામ મિલકતોમાંથી નામ કાઢી નંખાયું
23/04/2025 00:04 AM Send-Mail
નડિયાદ તાલુકાના હાથનોલી ગામમાં આવેલ ૩૯૩ ગુંઠા જમીનમાં સગી બેનને ભાગ ના આપવો પડે તે માટે બે સગા ભાઈઓએ વિદેશમાં રહેતી બેનની જગ્યા પર અન્ય મહિલાને નડિયાદ સબ રજીસ્ટાર કચેરીમાં હાજર કરીને હક કમી કરાવી જમીનમાંથી તેમનો હિસ્સો ડુબાડી દીધો હોવા બાબતની ફરિયાદ નડિયાદ ગ્રામ્ય પોલીસમાં નોંધાઈ છે. પોલીસે બે સગા ભાઈઓ તેમજ ભળતું નામ ધારણ કરીને હાજર થયેલી મહિલા સહિત પાંચ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

નડિયાદના પેટલાદ રોડ પર આવેલ એનેક્ષી એવન્યુમાં રહેતા મીનાક્ષીબેન પટેલ હાલ લંડન ખાતે રહે છે. કોઈ પ્રસંગ હોય ત્યારે તે ભારતમાં આવતા હતા. ભારતમાં આવે ત્યારે વિવિધ ગામ શહેરમાં જવા તેઓને ગાડીની જરૃર પડે એટલે તેઓ નડિયાદમાં રહેતા પ્રવિણભાઇ બાબુભાઇ મારવાડીનો સંપર્ક કરતા હતા. કેમકે પ્રવીણભાઈ પાસે ગાડી હતી અને તેઓ ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા હોય તેવો મીનાક્ષી બેનને જ્યાં જવું હોય ત્યાં લઈ જતા હતા.

મીનાક્ષીબેનના પિતા ઘનશ્યામભાઇ રાવજીભાઈ પટેલની વડીલોપાર્જીત હાથનોલી ગામની સીમમા આવેલ ખેતી લાયક જુની શરતની જમીન જમીન ખાતા નં.૧૯૯ સર્વે/બ્લોક નં. ૨૪૨ પૈકી ક્ષેત્રફળ ૦-૩૬-૪૨ , ખાતા નં.૪૭ સર્વે/બ્લોક નં. ૨૫૬ ક્ષેત્ર ફળ ૦-૪૮-૫૭ , ખાતા નં.૪૭ સર્વે/બ્લોક નં. ૩૧૫ પૈકી ક્ષેત્રફળ ૨-૩૧-૬૮ , ખાતા નંઃ૪૭ સર્વે/બ્લોક નં. ૪૪ ૭ પૈકી ક્ષેત્રફળ ૦-૬૫-૭૭ , ખાતા નં.૨૯૮ સર્વે/બ્લોક નં. ૩૧૬ પૈકી ક્ષેત્રફળ ૦-૧૧-૧૩ વારસાઈથી મિનાક્ષીબેન તથા તેમના ભાઈ મહેન્દ્રભાઈ ઘનશ્યામભાઈ પટેલ તથા કમલેશભાઇ ઉર્ફે પ્રવિણભાઈ ઘનશ્યામભાઈ ૫ટેલનું નામ સામેલ થયું હતું. બંને સગા ભાઈઓએ આ જમીનમાં મીનાક્ષીબેનને ભાગ આપવો ના પડે તે માટે તેમની જાણ બહાર ભળતા નામવાળી મહિલાને નડિયાદ સબ રજીસ્ટાર કચેરીમાં હાજર કરીને ગત તારીખ ૨૧/ ૪ /૧૬ ના રોજ બિન અવેજી હક કમી એટલે કે ફારગતી લેખ કરાવ્યો હતો. જે અંગેના કરારમા સાક્ષી તરીકે સુરેશભાઈ ગોતાભાઈ ચૌહાણ (રહે.હાથનોલી, શીલોડ રોડ ઉપર, ખેતરમા તા.નડીયાદ) તથા મહેશભાઇ ગુમાનસિંહ વાઘેલા (રહે. હાથનોલી, દુધમંડળીની ભાજુમા, ડેરીવાળુ ફળીયુ. તા. નડીયાદ) એક જ ગામના હોવાથી મીનાક્ષીબેનને સારી રીતે ઓળખતા હતા છતાં તેમણે ભળતી મહિલાને મીનાક્ષીબેન હોવાની સાક્ષી આપી હતી. મીનાક્ષીબેન વિદેશમાં રહેતા હોય તેમણે પાવરથી પ્રવીણભાઈ મારવાડીને જીલ્લા જમીન તકેદારી સમીતીમા અરજી કરવા સત્તા આપી હતી. જેથી પ્રવીણભાઈએ તમામ ડોક્યુમેન્ટ સાથે સીટમાં અરજી કરી હતી. સીટના હુકમના આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે મહેન્દ્રભાઈ ઘનશ્યામભાઈ પટેલ તથા કમલેશભાઈ ઉર્ફે પ્રવિણભાઈ ઘનશ્યામભાઇ ૫ ટેલ તેમજ મીનાક્ષીબેનના ભળતા નામ સાથે હાજર થયેલ મિનાક્ષીબેન તે હર્ષદભાઈ રતીલાલ પટેલ (હાલ રહે, મકાન નં.૪, રામેશ્વર સોસાયટી, મજીપુરા, તા. નડીયાદ), સાક્ષી સુરેશભાઈ ગોતાભાઇ ચૌહાણ અને મહેશભાઇ ગુમાનસિંહ વાઘેલા વિરૃધ્ધ ગુનો દાખલ કરીને કરીને તપાસ હાથ ઘરી છે.

વડતાલ : પ્રેમસંબંધથી જન્મેલ બાળકીની ઓળખ છૂપાવવા કેનાલમાં ત્યજી દેનાર પ્રેમીપંખીડાને ર વર્ષની કેદ, ૧૦ હજાર દંડ

ખેડા તાલુકા પંચાયત કચેરીમાંથી જ ટીડીઓને પોલીસે ઉઠાવી લીધા

માતર સીએચસી ડોક્ટરની વસોમાં ચાલતી હોસ્પિટલમાં દર્દીના મોત બાબતે બે વર્ષ બાદ આખરે ફરિયાદ

નડિયાદની મહિલાને લંડનના વર્ક પરમિટ વિઝાના બહાને ત્રિપુટીએ ૩૦.૨૬ લાખની ઠગાઈ કરતા ફરિયાદ

સેવાલિયા : થર્મલના યુવક સાથે પ્રેમલગj કરનાર યુવતી પર ત્રાસ ગુજારાતા ફરિયાદ

નડિયાદમાં ચવાણા-ફરસાણની પેઢીમાં કામ કરતા એકાન્ટન્ટે ખોટી એન્ટ્રીઓ કરીનેે રૂા. ૨૧.૧૦ લાખની ઉચાપત કરતા ફરિયાદ

મહેમદાવાદ : સણસોલી ફાર્મ હાઉસમાંથી વિદેશી દારૂ બીયરની ૮૭૬ બોટલો સાથે બે શખ્સો ઝડપાયા

નડિયાદ : મહિલા પાસેથી ઉછીના લીધેલા ૧૮ લાખ લઈ ભેજાંબાજ મહિલા પરીવાર સાથે છૂ