Sardar Gurjari

સોમવાર, તા. ૧૯ મે, ૨૦૨૫, વૈશાખ વદ ૬, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૨૯

મુખ્ય સમાચાર :
ખંભાત : ૭૫ હજાર રૂા.ના ચેક રીર્ટન કેસમાં પણસોરાના શખ્સને ૧ વર્ષની કેદની સજા
૮૯૫૦૦ રૂા.નો દંડ, જો આરોપી દંડની રક ભરે તો તેમાંથી ૭૯૫૦૦ રૂા. ફરિયાદીને વળતર પેટે ચુકવી આપવાનો પણ હુકમ
23/04/2025 00:04 AM Send-Mail
ઉમરેઠ તાલુકાના પણસોરા ગામના રબારીવાસમાં રહેતા એક શખ્સને ૭૫ હજાર રૂપિયાના ચેક રીર્ટન કેસમાં ખંભાતની કોર્ટે તકશીરવાર ઠેરવીને એક વર્ષની સાદે કેદની સજા અને ૮૯૫૦૦ રૂપિયાનો દંડ, જો દંડ ભરે તો તેમાંથી ફરિયાદીને વળતર પેટે ૭૯૫૦૦ રૂપિયા ચુકવી આપવાનો હુકમ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર ખંભાત તાલુકાના ભીમતળાવ ખાતે રહેતા ચંદુભાઈ ગટોરભાઈ ચૌહાણ ડાંગર કાઢવાનું હાર્ડેવેસ્ટર મશીન ધરાવે છે. તેમને ત્યાં પણસોરા ગામે રહેતા દલપતસિંહ ચન્દ્રસિંહ ચૌહાણ મજુરીએ આવતા હોય ઓળખાણ થઈ હતી. દરમ્યાન દલપતસિંહને સામાજીક કામે નાણાંની જરૂરીયાત ઉભી થતાં જ તેમણે ચંદુભાઈ પાસે ૭૫ હજાર રૂપિયાની માંગણી કરી હતી. અને ત્રણેક માસમાં પરત આપી દઈશ તેમ જણાવ્યું હતુ.જેથી ચંદુભાઈએ ૭૫ હજાર રૂપિયા દલપતસિંહને ઉછીના આપ્યા હતા.

ત્રણ મહિના ઉપરાંતનો સમય વીત્યો હોવા છતાં પણ દલપતસિંહે પૈસા પરત ના કરતા ચંદુભાઈએ ઉઘરાણી કરી હતી. જેથી દલપતસિંહે તારીખ ૨૦-૨-૨૪ના રોજનો ચેક લખી આપ્યો હતો.જે ચેક ખાતામાં ભરતાં તે અપુરતા બેલેન્સના કારણે પરત થયો હતો.જેથી ચંદુભાઈએ કાનુની કાર્યવાહી હાથ ઘર્યા બાદ ખંભાતની કોર્ટમાં ચેક રીર્ટનનો ૧૩૮ મુજબનો કેસ દાખલ કર્યો હતો. જેની સુનાવણી એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં યોજાઈ ગઈ હતી. જ્યાં જજ જે. કે. ક્રિશ્ચીયને બન્ને પક્ષોની દલિલો સાંભળીને તેમજ રજુ થયેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને આરોપી દલપતસિંહને તકશીરવાર ઠેરવ્યો હતો અને એક વર્ષની સાદી કેદની સજા સંભળાવી હતી. સાથે સાથે ૮૯૫૦૦ રૂપિયાનો દંડ, અને જો દંડ ના ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા. જો આરોપી દંડની રકમ જમા કરાવે તો તેમાંથી ૭૯૫૦૦ રૂપિયા ફરિયાદીને વળતર પેટે ચુકવી આપવાનો પણ હુકમ કર્યો હતો. ચુકાદા વખતે આરોપી કોર્ટમાં હાજર ના હોય તેના વિરૂધ્ધ સજા વોરંટ ઈસ્યુ કરીને ખંભાતના ડીવાયએસપીને મોકલી આપવાનો હુકમ કર્યો હતો. પોલીસ દ્વારા અટક કરીને ખંભાત જેલમાં મોકલી આપવામાં આવે ત્યારથી સજાના સમયની ગણતરી કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

બોરીયાવી : પશુપાલન કરતા મિત્ર પાસેથી ઉછીના નાણાં પરત પેટેનો ચેક રીટર્ન કેસમાં ૧ વર્ષની કેદ

કંકાપુરામાં ખેતરમાં કુદરતી હાજતે-રસ્તા બાબતે બે પરિવારો વચ્ચે મારમારીમાં ૪ ઘાયલ

રાસ રેલ્વે ફાટક પાસે કાર બાઈકને ટક્કર મારીને ફરાર : એકનું મોત, પિતા-પુત્રી ઘાયલ

સીલવઈમાં જમીન ખેડવા બાબતે ઝઘડો મહિલાને માથામાં પાઈપ મારી દેતાં હાલત ગંભીર

માણેજની કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી જઈ છેડતી કરનારને ૪ વર્ષની સજા

સેવાલિયા: કારમાંથી રૂા. ૭૦ હજાર ભરેલ બેગ બાઈક પર આવેલા ૩ શખ્સો ચોરીને ફરાર

ચીખોદરા : કૌટુંબીક ભાભીની હત્યા કરનાર દિયર ૩ દિવસના રીમાન્ડ પર

ઓડ : ટેમ્પીને ટક્કર મારીને એકનું મોત નીપજાવનાર ડમ્પરને સળગાવી દેતા ફરિયાદ