લકઝરી ઘડિયાળો-શૂઝ અને પેઈન્ટિંગ્સ ખરીદવા પર હવે નવો ટેકસ
સરકારે ૧૦ લાખથી વધુની કિંમતની લકઝરી વસ્તુઓની ખરીદી પર ૧ ટકા ટીસીએસ લાદ્યો
-લકઝરી વસ્તુઓ પર ૧ટકા ટીસીએસ ૨૨ એપ્રિલથી લાગુ કરવામાં આવ્યો છે -જુલાઇ ૨૦૨૪ના બજેટ પ્રસ્તાવ બાદ હવે કેન્દ્રએ લકઝરી વસ્તુઓની યાદી જાહેર કરી
ટીસીએસ શું છે?
ટીસીએસ એટલે સ્ત્રોત પર ટેકસ કલેકશન તેનો અર્થસ્ત્રોત પર એકત્રિત કર (આવકમાંથી એકત્રિત કર).ટીએસસી વિક્રેતા, ડીલર, વેન્ડર, દુકાનદાર દ્વારા ચૂકવવામાં આવે છે. જો કે તે કોઇપણ માલ વેચતી વખતે ખરીદનાર અવ્થવા ગ્રાહક પાસેથીતે ટેકસ વસૂલ કરે છે. તેને એકત્રિત કર્યા પછી, તેને જમા કરાવવવાની જવાબદારી વિક્રેતા અવા દુકાનદારી છે. તે આવકવેરા કાયદાની કલમ ૨૦૬ સી હેઠળ નિયંત્રિત છે. ચોક્કસ પ્રકારના માલના વેચાણકર્તાઓ જ તેને એકત્રિત કરે છે. આ પ્રકારનો ટેકસ ત્યારે જ કાપવામાં આવે છે જયારે ચુકવણી મર્યાદા કરતાં વધી જાય.
હવે સરકારે ૧૦ લાખ રૂપિયાથી વધુની કિંમતની ઘડિયાળો, પેઇન્ટિંગ્સ, સનગ્લાસ, શૂઝ, હોમ થિયેટર સિસ્ટમ અને હેલિકોપ્ટર જેવી વૈભવી વસ્તુઓની ખરીદી પર ૧ટકા ટેકસ કલેકશન એટ સોર્સ (રઈફ)લાગુ કર્યુ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેટકર ટેક્સિસ (ઈઇંર)એ બુધવારે (૨૩ એપ્રિલ) એક નોટિફિકેકશન બહાર પાડીને આપની જાહેરાત કરી છે.
સીબીડીટીએ જણાવ્યું હતું કે સરકારે વૈભવી ખર્ચ પર નિયંત્રણ રાખવા માટે અને ૧૦ લાખ રૂપિયાથી વધુના વ્યવહારો માટે આવકવેરા રીટર્નમાં જાણ કરવી ફરજીયાત બનાવવા માટે ઉચ્ચ મૂલ્યની ખરીદી પર કરવેરાનું માળખું વિસ્તૃત કર્યુ છે. આ ટેકસ વસૂલવા માટે વિક્રેતા જવાબદાર રહેશે.લકઝરી વસ્તુઓ પર ૧ટકા રઈફ ૨૨ એપ્રિલથી લાગુ કરવામાં આવ્યો છે.
હવેથી, વિક્રેતાએ રૂપિયા ૧૦ લાખથી વધુની ખરીદી પર ૧ ટકા રઈફ એકત્રિત કરવો પડશે. કેન્દ્ર સરકારે રઈફ હેઠળ લકઝરી વસ્તુઓની વિગતવાર યાદી બહાર પાડી છે. જેઓ ઉદેશ્ય ટેકસ બોઝ વધારવાનો અને ઊેચા ખર્ચાઓ પર નજર રાખવાનો છે.
લકઝરી વસ્તુઓની યાદી જેના પર ૧ ટકા રઈફ વસૂલવામાં આવશે જેમાં લકઝરી કાંડા ઘડિયાળ, પ્રાચીનવસ્તુઓ, ચિત્રો, શિલ્પો જેવી કલાકૃતિઓ, સિક્કા, સ્ટેમ્પ્સ જેવી કલેકટીબલ વસ્તુઓ, યોટસ, રોઇંગ બોટ, નાવ, હેલિકોપ્ટર, સનગ્લાસની જોડી, હેન્ડબેગ, સર્પ જેવી બેગ, શૂઝની જોડ, રમતગમતના વસ્ત્રો અને સાધનો જેમકે ગોલ્ફ કિટ્સ્, સ્કી વસ્ત્રો, હોમ થિયેટર સિસ્ટમ, રેસ કલબમાં હોર્સ રેડિંગ માટે ઘોડા અને પોલો માટે ઘોડાનો સમાવેશ થાય છે.
જુલાઇ ૨૦૨૪ના બજેટ પ્રસ્તાવ બાદ હવે કેન્દ્રએ લકઝરી વસ્તુઓની યાદી જાહેર કરી છે. લકઝરીવસ્તુઓ હાઇનેટ વર્થ ઇન્ડિવિઝયુઅલ્સના વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને બજેટમાં રૂા.૧૦ લાખથી વધુની ખરીદી પર ટેકસ લાદવાની જોગવા કરવામાં આવી હતી.જોકે, તે સમયે સરકારે એ સ્પષ્ટતા કરી ન હતી કે કઇ વસ્તુઓને ‘લકઝરી’ ગણવામાં આવશે. હવે આ યાદીમાંથી ટેકસના દૃષ્ટિકોણથી ‘લકઝરી ગુડસ ’નીવ્યાખ્યા સ્પષ્ટ થઇ ગઇ છે.