રાજસ્થાન-એમપી સહિત ૧૪ રાજયોમાં હીટવેવનું એલર્ટ, કેરળ સહિત ૧૨ રાજયોમાં વાવાઝોડું
છત્તીસગઢમાં ગરમીના કારણે મજૂરનું મોત
હવામાન વિભાગે બુધવારે દિલ્હી, રાજસ્થાન અને યુપી સહિત ૧૪ રાજયોમાં હીટવેવનું એલર્ટ આપ્યું છે. આ દરમિયાન ઘણા રાજયોમાં તાપમાન ૩-૫ ડિગ્રી વધી શકે છે. આગામી પાંચ દિવસમાં યુપીમાં મહત્તમ તાપમાન ૪૭ ડિગ્રી સુધી પહોંચવાની ધારણા છે.
રાજસ્થાનના ચાર જિલ્લાઓમાં આજે ગરમીનું યલો એલર્ટ છે. મંગળવારે ૧૪ શહેરોમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સિલ્સિયસ કે તેથી વધુ નોંધાયું હતું. તેમજ એમપીના છ જિલ્લાઓમાં હીટવેવની શક્યતા છે. ખજુરાહો, નૌગાંવ, પન્ના, સિધીમાં તાપમાન ૪૫ ડિગ્રી કે તેથી વધુ રહી શકે છે.
બીજી તરફ, છત્તીસગઢમાં, મંગળવારે બીજાપુર-તેલંગાણા સરહદ પર ગરમીના કારણે એક મજૂરનું મોત નિપજયું હતું. હવામાન વિભાગે સૂરગુજા વિભાગ, રાયપુર, બિલાસપુર અને દુર્ગ વિભાગના ૧૧ જિલ્લાઓમાં ૩ દિવસ માટે ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યુ છે.
તે જ સમયે, હવામાન વિભાગે આજે કર્ણાટક, કેરળ, તમિલનાડુ, મણિપુર સહિત૧૨ રાજયોમાં વરસાદની આગાહીકરી છે. ૨૭ એપ્રિલ સુધી અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આસામ અને મેઘાલયમાં પણ ભારે વાવાઝોડાની શકયતા છે.
રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, એમપી, છત્તીગસઢ,ગુજરાત , યુપીમાં ૨૮ એપ્રિલ સુધી હીટવેવ રહેશે. આગામી બે દિવસમાં બિહાર, ઝારખંડ, ઓડિશા અને પ.બંગાળમાં ભારે ગરમી રહેશે. અરૂણાચલ પ્રદેશ, આમાસ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કિમમાં ૨૭ એપ્રિલ સુધી વરસાદ પડવાની શક્યતા છે.