Sardar Gurjari

સોમવાર, તા. ૧૯ મે, ૨૦૨૫, વૈશાખ વદ ૬, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૨૯

મુખ્ય સમાચાર :
ટેરિફ વોરને પગલે અમેરીકા-દુનિયાના અર્થતંત્રમાં મંદી જોવા મળી શકે છે : IMFની આગાહી
ટ્રમ્પના ટેરીફને પગલે ફેડરલ રિઝર્વ દ્વારા આ વર્ષ યુએસના અર્થતંત્રની વૃદ્ઘિ ઘટી ૧.૭ ટકા રહેવાની આગાહી
24/04/2025 00:04 AM Send-Mail
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ લાદવામાં આવતાં તેના પગલે સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે દુનિયાના અર્થતંત્રની વૃદ્ધિનો વરતારો ખરાબ જણાય છે તેમ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ-આઇએમએફ- દ્વારા મંગળવારે જણાવવામાં આવ્યું હતું. આ વર્ષે ગ્લોબલ ઇકોનોમીમાં વૃદ્ધિનો દર જાન્યુઆરીમાં ૩.૩ ટકાની આગાહીની સરખામણીમાં ૨.૮ ટકા જ થવાની ધારણાં છે.

ટ્રમ્પે છેડેલી ટેરિફ વોરને કારણે અમેરિકાના અર્થતંત્રની આર્થિક વૃદ્ધિ અગાઉ ૨.૭ ટકા ધારવામાં આવી હતી તે હવે ઘટીને ૧.૮ ટકા જ થવાની અપેક્ષા છે. આઇએમએફના માનવા પ્રમાણે યુએસના અર્થતંત્રમાં મંદી સર્જાવાની શક્યતા નથી પણ આ વર્ષે મંદી સર્જાવાની ટકાવારી ૨૫ ટકા હતી તે વધીને ૩૭ટકા થઇ છે. જે.પી. મોર્ગનના અર્થશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર યુએસમાં મંદી થવાની શકયતા ૬૦ ટકા છે. ફેડરલ રિઝર્વ દ્વારા પણ આ વર્ષે યુએસના અર્થતંત્રની વૃદ્ધિ ૧.૭ ટકા રહેશે તેમ જણાવવામાં આવ્યું છે.

આઇએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી પિયરી ઓલિવરે જણાવ્યું હતું કે આપણે એક નવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ. છેલ્લા ૮૦ વર્ષથી ચાલી રહેલી ગ્લોબલ ઇકોનોમિક સિસ્ટમને ફરી સેટ કરવામાં આવી રહી છે. આઇએમએફ એ ૧૯૧ સભ્ય દેશો ધરાવતું સંગઠન છે જે આર્થિક વૃદ્ધિ અને નાણાંકીય સ્થિરતાને ઉત્તેજન આપે છે અને દુનિયામાં ગરીબી નાબૂદ કરવા મથે છે. આઇએમએફ દ્વારા આ આગાહી ટ્રમ્પ દ્વારા ચોથી એપ્રિલે ૬૦ દેશો પર દસ ટકા ડયુટી લાદવાની જાહેરાત બાદ કરાઇ હતી. આ ડયુટિને નવ એપ્રિલે ૯૦ દિવસ માટે સ્થગિત કરાઇ હતી. ઓલિવરે જણાવ્યું હતું કે આ સ્થગિતિને કારણે આઇએમએફની આગાહી પર કોઇ અસર નહીં પડે કેમ કે એ પછી યુએસ અને ચીને સામસામે ટેરિફ લાદવાની જાહેરાતો કરી દીધી છે. ટ્રમ્પ હવે શું કરશે તે બાબતે અનિશ્ચિતતા પ્રવર્તતી હોઇ તેની યુએસ અને દુનિયાના અર્થતંત્ર પર મોટી અસર પડશે. વેપાર નીતિઓ કેવી રીતે ઘડાય છે તેના આધારે કંપનીઓ ઇન્વેસ્ટમેન્ટ અને વિસ્તરણના નિર્ણયો લેતી હોઇ આ અનિશ્ચિતતાને કારણે વૃદ્ધિ ધીમી પડશે. યુએસ દ્વારા ટેરિફ લાદવામાં આવ્યા હોઇ ચીનનો વૃદ્ધિ દર પણ આ વર્ષે ઘટીને ચાર ટકા થવાની સંભાવના છે. જે અગાઉ કરતાં દોઢ ટકા ઓછો છે.

વધુ ૧૧ શરતો માનો નહીંતર હવે ફંડ નહીં આપીએ આઈએમએફની પાકિસ્તાને ચેતવણી

મેક્સિકન નૌકાદળનું જહાજ ન્યૂયોર્કમાં બ્રુકલિન બ્રીજ સાથે અથડાયું : ૧૯ ઘાયલ, ૨નાં મોત

બ્રિટિશ પર્વતારોહક ગાઈડે દુનિયાના સૌથી ઉંચા માઉન્ટ એવરેસ્ટને ૧૯મી વખત સર કરી રેકોર્ડબ્રેક કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાં બે જેહાદીની એન્ટ્રી ભારત અને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ચિંતા

ઈઝરાયેલનો ગાઝા પર ફરી ભયાનક હુમલો : ૯૩ના મોત

ટ્રમ્પ ૮૪ કરોડના ઈનામી આતંકી અલ-શરાને મળ્યા, પૂર્વ અલ કાયદાના આતંકીને કાબિલ ગણાવ્યો

ચીને અરુણાચલ પ્રદેશના ૨૭ સ્થળોના નામ બદલ્યા, સરકારી વેબસાઈટ પર યાદી જાહેર કરી

હું નથી ઇચ્છતો કે એપલ પ્રોડકટ ભારતમાં બને : ડોનાલ્ડ ટ્રમ્પ