મહુધા : મહીસા નજીક યુવક-યુવતીની માથામાં બોથડ પદાર્થના ફટકા મારીને હત્યા કરાયેલી લાશ મળી
મરનાર પ્રેમી પંખીડા હોવાની શકયતા : યુવતીના ગુપ્ત ભાગે ઈજાના મળી આવેલા નિશાન : ઘટનાસ્થળેથી મળેલ મોબાઈલ ફોનના આધારે મરણ જનાર યુવક યુવતીની ઓળખના ચક્રો ગતિમાન
યુવતીના હાથ પર સંજય અને યુવકના હાથ પર એ મેલડી લખેલું હતું
મહુધા તાલુકાના મહીસા નજીકથી હત્યા કરેલ પ્રેમી પંખીડાઓની લાશ મળી આવી છ.ે પ્રાથમિક તપાસમાં મરનાર યુવતીના હાથ પર સંજય કોતરાયેલું હતું તેમજ યુવકના હાથ પર એ મેલડી લખેલું હતું. કદાચ મરનારનું નામ સંજય હોઈ શકે અને યુવતીનું નામ એ પરથી શરૃ હોઈ શકે છે જોકે આ મુદ્દાને લઈને પણ પોલીસે તપાસ હાથ ધરી છે. યુવતીના ગુપ્ત ભાગમાં તમાકુના રાડિયાને ઘૂસેડવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
મહુધા તાલુકાના મહિસા ગામની સીમમાં આજે બપોરે ખેતરમાંથી યુવક-યુવતીની માથામાં બોથળ પદાર્થ મારીને હત્યા કરેલ લાશ મળી આવતા સમગ્ર પંથકમા અરેરાટી પ્રસરી જવા પામી છે. બનાવની જાણ પોલીસ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. મહત્વની વાત એ છે કે મરનાર યુવતીના ગુપ્ત ભાગે પણ ઇજાના નિશાન જોવા મળતા અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે. પોલીસે બન્ને લાશોનો કબ્જો લઈને પીએમ માટે મોકલી આપીને તેઓ કોણ અને ક્યાંના છે તે દિશામાં તપાસ હાથ ઘરી છે.
મળતી માહિતી મુજબ મહુધા તાલુકાના મહીસા નજીક ખેતરમાં બે અજાણી લાશો પડી હોવાની જાણ ખેતરના માલિકે મહુધા પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે લાશની સ્થિતિ જોતા હત્યાનો બનાવો હોય પોલીસે તેમના ઉપરી અધિકારીને જાણ કરી હતી. ત્યારબાદ ખેડા એલસીબી પોલીસ તેમજ ડીવાયએસપી પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બંન્નેની લાશોનો કબજો લીધો હતો તેમજ પંચક્યાસ કર્યા બાદ લાશોને પીએમ માટે મોકલી આપી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ મરણજનાર બંને યુવક-યુવતીના મૃતદેહ ૨૦ થી ૨૨ વર્ષની આસપાસના ઉંમરના છે. બંનેને માથામાં થયેલી ઈજાના નિશાનથી પોલીસે હત્યાની આશંકા દર્શાવી છે. ગંભીર પ્રકારની ઘટના હોવાથી એફએસએલ તથા ડોગ્સ સ્કવોર્ડની પણ મદદ લેવામાં આવી છે. મરનાર યુવતીના ગુપ્ત ભાગે ઈજાના નિશાન છે આ નિશાન ઘણી બધી શંકાઓ પેદા કરે છે શું યુવતી સાથે દુષ્કર્મ થયું છે કે પછી હુમલાખોરોએ બેરહેમીથી હત્યાને અંજામ આપ્યો હશે ? એ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.
ે ભોગ બનનાર બંને અજાણ્યા છે. આજુબાજુ ના કોઈ ગામ કે શહેરના નથી એટલે આ લોકો દૂરના સ્થળના હોવાની શક્યતા છે. ભોગ બનનાર યુવક-યુવતી અને સરખી ઉમરના હોય પ્રેમ પ્રકરણ હોવાની શક્યતા પણ સેવાઈ રહી છે. ઘરેથી ભાગ્યા હોય અને તેમના કોઈ નજીકના સગા સંબંધીએ આ હત્યા કરી હોવાની શક્યતાઓ પણ હાલમાં સેવાઈ રહી છે. અથવા તો દૂરથી આવ્યા હોય અને અજાણ્યા લોકોની નજર એકલા આ બંને પર પડી હોય એટલે યુવતી સાથે દુષ્કર્મના ઇરાદે પણ આ કૃત્ય કર્યું હોય તેવી પણ શક્યતા છે. હાલમાં ઘણી બધી શક્યતાઓ ધ્યાનમાં રાખીને પોલીસે તપાસની દિશા નક્કી કરી છે. આ લખાઈ રહ્યું છે ત્યારે પોલીસ કાર્યવાહીમાં હોય વધુ વિગત મળી નથી.
જોકે ઘટનાસ્થળેથી એક મોબાઈલ પણ મળ્યો છે. એ તપાસની કડીમાં ચાવીરૃપ બને તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.