Sardar Gurjari

સોમવાર, તા. ૧૯ મે, ૨૦૨૫, વૈશાખ વદ ૬, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૨૯

મુખ્ય સમાચાર :
ગરમાળા : ખેતરમાં રોપણી બાબતે જાતિવાચક અપમાન, ધમકી આપનાર ૪ વ્યકિતઓને એટ્રોસિટી એકટ હેઠળ ૩ વર્ષની સખ્ત કેદ
મહેબુબમીયા, અબ્દુલમીયા, જાકીરમીયા અને રફીકમીયા મલેકને રૂ. પ-પ હજાર દંડનો પણ કોર્ટનો હૂકમ
24/04/2025 00:04 AM Send-Mail
માતર તાલુકાના ગરમાળામાં ખેતરમાં આવવા-જવા બાબતે વ્યકિતનું જાતિવાચક અપમાન અને જાનથી મારી નાંખવાની ધમકી મામલે માતર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ હતી. જેમાં એટ્રોસિટી એકટ હેઠળ ગૂનો નોંધીને જરુરી તપાસ બાદ નડિયાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે ચાર આરોપીએ ૩-૩ વર્ષની સખ્ત કેદ અને રૂ. પ-પ હજાર દંડનો હૂકમ કર્યો હતો.

મળતી વિગતોમાં ગત તા. ૯ મે,ર૦ર૨ના રોજ સવારે દસેક વાગ્યે ચીમનભાઇ જીવાભાઇ રોહિત પરષોત્તમભાઇ રોહિત સાથે ગામની સીમમાં આવેલા તેમના ખેતરમાં ગયા હતા. ત્યારે ખેતરમાં મહેબુબમીયાં મલેક(વાયરમેન), અબ્દુલમીયાં મલેક, જાકીરમીયાં મલેક અને રફીકમીયાં મલેક કેટલાક માણસો દ્વારા ડાંગરની રોપણી કરાવતા હતા.

તેથી ચીમનભાઇએ તમે કોને પૂછીને અમારા ખેતરમાં ડાંગરની રોપણી કરાવો છો તેમ કહેતા ચારેય જણા ઉશ્કેરાઇ ગયા હતા અને ગાળાગાળી કરીને જાતિવાચક અપમાન કર્યુ હતું. સાથોસાથ તારું આ જમીનમાં કશું નથી, તું કેમ આ જમીનમાં આવે છે કહીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી જેથી ચીમનભાઇ ઘરે જતા રહ્યા હતા. બીજા દિવસે મહેબુબ મલેક સાથે જમીન બાબતે સમાધાનની વાત ચાલતી હોવાથી ફરિયાદ લખાવી ન હતી. પરંતુ તેઓ તેમની જમીનમાં આવતા જતા ત્યારે ચારેય જણા ગાળો બોલી, જાતિવાચક શબ્દો બોલતા હોવાથી માતર પોલીસ સ્ટેશનમાં ઇપીકો પ૦૪,પ૦૬(ર), ૧૧૪ તથા એટ્રોસીટી એકટની કલમ ૩(૧),(આર),(એસ), ૩(ર)(પ-અ) મુજબ ફરિયાદ આપતા પોલીસે ગૂનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસમાં કોર્ટે બંને પક્ષકારોની દલીલ સહિતના પાસા કોર્ટે ધ્યાને લેતા નોંધ્યું હતું કે, આરોપી ફરિયાદીના ખેતરમાં રોપણી કરતા હતા. જેથી ફરિયાદીએ આરોપીને કોને પૂછીને ખેતરમાં રોપણી કરો છો તેમ કહેતા આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી જાતિ અપમાનિત શબ્દો ઉચ્ચારી ગુનો કરેલ છે. ન્યાયાધીશ પ્રકાશકુમાર પી.પુરોહિત (સ્પે.(એટ્રોસિટી) જજ અને ત્રીજા અધિક સેશન્સ જજ,નડિયાદ)એ ગતરોજ આ કેસમાં ક્રિ.પ્રો.કોડની કલમ ર૩પ(ર) મુજબ આરોપી મહેબુબમીયાં મલેકમીયાં મલેક, અબ્દુલમીયાં મલેકમીયાં મલેક, જાકીરમીયા અબ્દુલમીયાં મલેક અને રફીકમીયા બશીરમીયા મલેકને ભારતીય દંડ સંહિતાની કલમ ૫૦૬(ર) સાથે વાંચતા કલમ ૧૧૪ મુજબના સજાને પાત્ર ગુનામાં ૩ વર્ષની સખ્ત કેદ તથા પ્રત્યેક આરોપીને રૂ. પ હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ ૩ માસની કેદની સજા ભોગવવા હૂકમ કર્યો હતો. ઉપરાંત ક્રિ.પ્રો.કોડની કલમ ર૩પ(ર) મુજબ ચારેય આરોપીઓને એટ્રોસિટી એકટની કલમ ૩(૧)(આર-એસ),૩(ર)(પ-અ) મુજબના સજાને પાત્ર ગુનામાં ૩ વર્ષની સખ્ત કેદની સજા અને પ્રત્યેક આરોપીને રૂ. પ હજાર દંડ, દંડ ન ભરે તો વધુ ૩ માસની કેદની સજા ભોગવવા હૂકમ કર્યો હતો. આરોપીઓને તમામ સજા એકસાથે ભોગવવાનો હૂકમ કર્યો હતો.

વડતાલ : પ્રેમસંબંધથી જન્મેલ બાળકીની ઓળખ છૂપાવવા કેનાલમાં ત્યજી દેનાર પ્રેમીપંખીડાને ર વર્ષની કેદ, ૧૦ હજાર દંડ

ખેડા તાલુકા પંચાયત કચેરીમાંથી જ ટીડીઓને પોલીસે ઉઠાવી લીધા

માતર સીએચસી ડોક્ટરની વસોમાં ચાલતી હોસ્પિટલમાં દર્દીના મોત બાબતે બે વર્ષ બાદ આખરે ફરિયાદ

નડિયાદની મહિલાને લંડનના વર્ક પરમિટ વિઝાના બહાને ત્રિપુટીએ ૩૦.૨૬ લાખની ઠગાઈ કરતા ફરિયાદ

સેવાલિયા : થર્મલના યુવક સાથે પ્રેમલગj કરનાર યુવતી પર ત્રાસ ગુજારાતા ફરિયાદ

નડિયાદમાં ચવાણા-ફરસાણની પેઢીમાં કામ કરતા એકાન્ટન્ટે ખોટી એન્ટ્રીઓ કરીનેે રૂા. ૨૧.૧૦ લાખની ઉચાપત કરતા ફરિયાદ

મહેમદાવાદ : સણસોલી ફાર્મ હાઉસમાંથી વિદેશી દારૂ બીયરની ૮૭૬ બોટલો સાથે બે શખ્સો ઝડપાયા

નડિયાદ : મહિલા પાસેથી ઉછીના લીધેલા ૧૮ લાખ લઈ ભેજાંબાજ મહિલા પરીવાર સાથે છૂ