ડો.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી, અમદાવાદના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં તાજેતરમાં ૬ સભ્યોની નિયુકિતની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રથમ સભ્ય તરીકે વિદ્યાનગરની સ.પ.યુનિ.ના પૂર્વ કુલપતિ શિરીષ કુલકર્ણીનું નામ જાહેર કરાયું છે.
જયારે અન્ય સભ્યોમાં જગદીશ ભાવસાર,વસંત પટેલ, હરેશ ચૌધરી, કમલેશ રાવલ અને આનંદ પટેલની નિયુકિત કરવામાં આવી છે. જો કે સભ્યોની નિયુકિતને લઇને શરૂ થયેલો...