આણંદ અને ખેડા જિલ્લામાં વધુ સાયબર ક્રાઈમના ૮ ગુનાઓ ઉજાગર થતા ચકચાર મચી જવા પામી છે. સાયબર ક્રિમિનલો દ્વારા ડોક્ટર, શિક્ષક, ખેડૂત, વેપારી તેમજ કોલેજીયન યુવકોને વિવિધ બહાને નિશાન બનાવીને તેમની પાસેથી ઓનલાઈન રકમો ગુગલ પે મારફતે ટ્રાન્સફર કરાવીને છેતરપીંડી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જે તે વખતે ઠગાઈનો ભોગ બનેલા વ્યક્તિઓએ સાયબર ક્રાઈમના હેલ્પલાઈન નંબર ઉપર ફરિયાદો કર્યા બા...