ગોધરા ટ્રેન કાંડના દોષિતોની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે. કુલ ૨૭ દોષિતોએ જામીન અરજી દાખલ કરી છે. આરોપીઓ વતી કહેવામાં આવ્યું હતું કે અમારો દોષ માત્ર એટલો હતો કે અમે માત્ર પથ્થરમારો કર્યો હતો, પરંતુ તેઓ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. ગુજરાત સરકાર વતી સોલિસિટર જનરલે કહ્યું કે, માત્ર પથ્થરમારો જ નહીં, આ લોકોએ ટ્રેનની કેટલીક બોગીને પણ આગ લગાવી દીધી. ક...