Sardar Gurjari

ગુરુવાર, તા. ૧૮ ઓગસ્ટ, ૨૦૨૨, શ્રાવણ વદ ૭, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૬૩

મુખ્ય સમાચાર :

ચરોતરના નભમાં ગૌરવભેર ફરક્યો તિરંગો : વલેટવામાં મુખ્ય દંડકના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન કાર્યક્રમ

18/08/2022 00:08 AM

નડિયાદ વિધાનસભાના વલેટવા ખાતે વિધાનસભા મુખ્ય દંડક અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા. મુખ્ય દંડક દ્વારા વૃક્ષારોપણ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા....

ચરોતરના નભમાં ગૌરવભેર ફરક્યો તિરંગો : ચારૂતર વિદ્યામંડળ

18/08/2022 00:08 AM

સ્વતંત્રતાના ૭૫માં વર્ષની ઉજવણી નિમીતે 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત વલ્લભ વિદ્યાનગર ખાતે ચારૂતર વિદ્યામંડળ કાર્યાલય પાસે સ્વતંત્રતા દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી....

૭૬મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી : આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટી

18/08/2022 00:08 AM

શ્રી પી.એમ. પટેલ કોલેજ કેમ્પસ ખાતે આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટી દ્વારા દેશની સ્વતંત્રતાના ૭૫ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી આઝાદી કા અમૃત મહોત્સવ અને ૭૬ મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સંસ્થાના પ્રમુખ બિપીનચંદ્ર પી. પટેલ (વકીલ)ના અધ્યક્ષ સ્થાને ભવ્ય રીતે કરવામાં આવી હતી. એનસીસીના સિનિયર અન્ડર ઓફિસર શિવાંગી પરમારે ધ્વજારોહણ કાર્યક્રમનું સંચાલન અને માર્ગદર્શન કર્યું હતું....

૭૬મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી : વિદ્યાનગર: સરદાર પટેલ યુનિવર્સિટી

18/08/2022 00:08 AM

સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા દેશનાં ૭૬માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માનવવિદ્યા ભવનના પટાંગણમાં કુલપતિ નિરંજન પટેલ, મુખ્ય મહેમાન ડો. જ્યોતિ તિવારી, કુલસચિવ ડો. ભાઈલાલભાઈ પટેલ, સહિત યુનિવર્સિટીનાં સિન્ડીકેટ સભ્યો, વિવિધ વહીવટી વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં કરાઈ હતી....

રાષ્ટ્રીય અંધજન મંડળ, જિલ્લા શાખા, વિદ્યાનગર

17/08/2022 00:08 AM

રાષ્ટ્રીય અંધજન મંડળ, આણંદ જિલ્લા શાખા, વી.વી.નગર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ૭૬માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ડી.જે.હાઇસ્કૂલ, વી.વી.નગરના પટાંગણમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે ધ્વજારોહણ અને રાષ્ટ્રવંદનના મુખ્ય મહેમાન પદેથી સામાજિક કાર્યકર સુમીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું....

આણંદ કૃષિ યુનિવર્સિટી

17/08/2022 00:08 AM

આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતે ૭૬માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કુલપતિ ડો.કે.બી.કથીરીયાના વરદ હસ્તે ધ્વજ ફરકાવી કરવામાં આવી ડો. કે.બી.કથીરીયાએ પ્રાસંગિક પ્રવચનમાં દેશભરમાં ૭૬માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત થઈ રહી છે તેની સવિસ્તાર માહિતી આપી હતી. આણંદ કૃષિ યુનિવર્સિટીની બં.અ.કૃષિ મહાવિદ્યાલયના પણ ૭૫ વર્ષ પૂર્ણ થયેલ હોઈ અમૃત મહોત્સવની ઉજવણી પ્રસંગે સૌન...

ડી.ઝેડ. પટેલ હાઇસ્કૂલ અને એલ.એલ.વી.પી. પ્રાઈમરી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ, આણંદ

17/08/2022 00:08 AM

શ્રી ચરોતર મોટી સત્તાવી પાટીદાર કેળવણી મંડળ, ચાંગા સંચાલિત ડી.ઝેડ.પટેલ હાઈસ્કૂલ અને એલ.એલ.વી.પી. પ્રાઈમરી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ, આણંદમાં આઝાદીના અમૃતોત્સવ તરીકે ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી શાળાના આચાર્યા તેજલબેન જાનીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી ચ.મો.સ.પા.કે. મંડળના ઉપપ્રમુખ કિરણભાઇ આઈ.પટેલ (કમ્ફી) ઉપસ્થિત રહ્યા હતાં અને તેમના વરદ હસ્તે ધ્વ...

ભાઈકાકા યુનિવર્સિટી, કરમસદ દ્વારા ૭૫મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી

17/08/2022 00:08 AM

ભાઈકાકા યુનિવર્સિટી, કરમસદ ખાતે ૧૫ ઓગસ્ટે પ્રમુખસ્વામી મેડિકલ કોલેજના પ્રાંગણમાં ૭૬માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામા આવી....

વડતાલ ધામમાં આચાર્ય રાકેશપ્રસાદજીના હસ્તે ધ્વજવંદન કરાયું

17/08/2022 00:08 AM

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સવોચ્ય તીર્થધામ વડતાલ મંદિર ખાતે ૧૫મી ઓગસ્ટે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, ટેમ્પલ કમિટીના ચેરમેન દેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડો. સંતવલ્લભ સ્વામી, શા. નૌતમપ્રકાશદાસજી સ્વામી (સત્સંગ મહાસભા પ્રમુખ, અખિલ ભારતી સંત સમિતી ગુજરાત અધ્યક્ષ) તથા વિધાન સભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં મંદિરના પટાગણમાં ધ્વજવંદન કાર્યક્રમ સંપન્ન કરાયો હતો....

આત્મીય વિદ્યાધામ, બાકરોલ દ્ઘારા તિરંગા યાત્રા

15/08/2022 00:08 AM

આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરુપે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આત્મીય વિદ્યાધામ મંદિર, બાકરોલ દ્વારા ગુરુહરિ પૂ. હરિપ્રસાદ સ્વામીજી મહારાજની પ્રેરણા તેમજ પ્રગટ ગુરુહરિ પૂ. પ્રબોધજીવન સ્વામી મહારાજના આશિર્વાદથી કરમસદ સ્થિત સરદાર પટેલ સ્મારક ખાતેથી બાઇક રેલીનું આયોજન કરાયું હતું....