આજે દેવઉઠી અગિયારસની ચરોતરના કૃષ્ણ મંદિરોમાં તુલસી વિવાહ સહિતના ધાર્મિક આયોજનો સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. શાસ્ત્રોનુસાર આજે દેવ પુન: ઉઠયા હોવાથી આજથી લગ્નસરાની મૌસમ પણ શરુ થશે. આ ઉપરાંત દેવ મંદિરોમાં શાકોત્સવ સહિતના કાર્યક્રમોમાં પણ મોટી સંખ્યામાં ભાવિકજનો જોડાયા હતા.આણંદના શ્રી રણછોડજી મંદિર, બેઠક મંદિર, નવા રામજી મંદિર, રાધાકૃષ્ણ મંદિર સહિતના મંદિરોમાં તુલસી વિવાહની...