ઠાસરા તાલુકાની રવાલિયાની પરિણીતાએ પોતાના પતિ અને સાસુના ત્રાસથી નહેરમાં મોતની છલાંગ લગાવી જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે પોલીસે પરિણીતાને મજબૂર કરનાર પતિ અને સાસુ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. કઠલાલ તાલુકાના કાણીયેલ તાબેના ચાચરિયાની મુવાડી ગામે રહેતા અજીતભાઈ ફુલાભાઈ બારૈયાની બે દીકરીઓના લગ્ન રવાલિયા ગામના (હાલ રહે. રવાલિયા, તા. ઠાસ...