કર્ણાટક હાઈકોર્ટે સરકારી શાળાઓમાં બાળકોને યુનિફોર્મ ન આપવા બદલ રાજ્ય સરકારને ફટકાર લગાવી છે. હાઈકોર્ટે કહ્યું કે સરકારને આ માટે શરમ આવવી જોઈએ. ખરેખરમાં, કર્ણાટક હાઈકોર્ટમાં જસ્ટિસ બી વીરપ્પા અને કેએસ હેમલેખાની બેંચે ૨૦૧૯માં આ અંગે આદેશ આપ્યો હતો. સરકારે આ આદેશનું પાલન કર્યું ન હતું, જેના કારણે એક અરજદારે કોર્ટમાં અરજી કરી હતી....