Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :

સંસદમાં વિશ્વાસ મત હારતા નેપાળમાં ‘પ્રચંડ’ સરકારનું પતન

13/07/2024 00:07 AM

નેપાળના વડાપ્રધાન રહેલા પુષ્પ કમલ દહલ પ્રચંડ માટે શુક્રવાર (૧૨ જુલાઈ)નો દિવસ એક ખરાબ દિવસ સાબિત થયો. તેમણે સંસદમાં પોતાનો વિશ્વાસમત ગુમાવી દીધો. ત્યારબાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું પણ આપી દીધું. જેના પછી હવે પ્રશ્ન થવા લાગ્યો છે કે નેપાળના આગામી વડાપ્રધાન કોણ બનશે?...

સંયુક્ત રાષ્ટ્રએ વસ્તી અંગે જાહેર કર્યા આંકડા ૨૦૬૦ના દાયકામાં ભારતની વસ્તી ૧.૭ અબજ થવાનો અંદાજ

13/07/2024 00:07 AM

આંતરરાષ્ટ્રીય સંસ્થા સંયુક્ત રાષ્ટ્રએ ભારત, ચીન અને વિશ્વની વસ્તીને લઈને રસપ્રદ ડેટા જાહેર કર્યો છે. યુએનના 'વર્લ્ડ પોપ્યુલેશન પ્રૉસ્પેક્ટ્સ-૨૦૨૪'ના રિપોર્ટ મુજબ ૨૦૬૦ના દાયકાની શરૃઆતમાં ભારતની વસ્તી ૧.૭ અબજ થવાનો અંદાજ છે. રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે, ભારતમાં આ વસ્તી વધારો થયા બાદ ૧૨ ટકાનો ઘટાડો પણ થશે, પરંતુ તેમ છતાં ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ જ રહેશે....

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ શી જિનપિંગ સાથે મુલાકાત કરી : બંને દેશો વચ્ચે ૨૧ કરાર થયા

12/07/2024 00:07 AM

ચીનના રાષ્ટ્રપતિએ શેખ હસીના સાથેની દ્વિપક્ષીય બેઠક દરમિયાન કહ્યું હતું કે ચીન ગ્રાન્ટ, વ્યાજમુક્ત લોન, કન્સેશનલ લોન અને કોમર્શિયલ લોન આપીને બાંગ્લાદેશને ચાર રીતે આર્થિક મદદ કરશે....

કંબોડિયામાં ૩૦૦૦ ભારતીયો બંધક, ચીનના ગુનેગારો મહિલાઓ પાસે કરાવી રહ્યા છે હનીટ્રેપ

10/07/2024 00:07 AM

ચીની સાયબર ગુનેગાર સારી નોકરીઓનું વચન આપીને ભારતીયોને ગુલામ બનાવી તેઓને ખોટા કામો કરાવે છે. તેમની ચુંગલમાં ફસાયેલી મહિલાઓને ન્યુડ કોલ કરવાની ફરજ પાડવામાં આવે છે જેથી અજાણ્યા લોકો હની-ટ્રેપ કરી શકાય. આ મહિલાઓ અને ભારતીયોને તસ્કરી દ્વારા કંબોડિયા લઇ જવામાં આવ્યા છે. આ ખુલાસો તેલંગાણાના રહેવાસી આઇટી પ્રોફેશનલ મુનશી પ્રકાશે કર્યો છે. પ્રકાશ પોતે ચીનની છેતરપિંડીનો શિકાર બન્યો હતો. સ...

યુકે : કીર સ્ટારમરે સુનક સરકારની મહત્વાકાંક્ષી યોજનાને રોકવાની જાહેરાત કરી

08/07/2024 00:07 AM

બ્રિટનના નવા ચૂંટાયેલા વડા પ્રધાન કીર સ્ટારમે શનિવારે વડા પ્રધાન તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. તેમના કાર્યકાળના પહેલા જ દિવસે, તેમણે અગાઉની ઋષિ સુનક સરકારની મહત્વાકાંક્ષી યોજના રવાંડા બિલને બંધ કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ યોજના શરૃ થાય તે પહેલા જ સમાપ્ત થઈ ગઈ છે અને દફન થઈ ગઈ છે....

નેધરલેન્ડના પીએમ કાર્યકાળ પૂરો થતાં સત્તા સોંપી : સાયકલ લઈને ઘરે નીકળી ગયા

08/07/2024 00:07 AM

ભારત જેવા દેશમાં કોઈ શહેરના પોલીસ કમિશ્નરની વિદાય સમારંભ પણ વાજતે-ગાજતે થતું હોય છે, પણ યૂરોપના એક મોટા દેશમાં શનિવારે જે જોવા મળ્યું તે ભાગ્યે જ કદાચ ભારતમાં જોવા મળે. હકીકતમાં જોઈએ તો, થયું છે કંઈક એવું કે નેધરલેન્ડના પીએમ રહેલા માર્ક રુટે પોતાનો કાર્યકાળ પુરો થયા બાદ નવા પીએમને સત્તાની ચાવી સોંપ્યા બાદ તરત પોતાની સાયકલ લઈને નીકળી ગયા હતા....