ફાગણની વાસંતી લહેરો હજુ માંડ શમી હતી અને ત્યાં પવનની બદલાતી ચાલ ઉપરથી કહેવું પડે કે લ્યો ચઇતર બેઠો ! ચૈત્રનું સમગ્ર આકાશ આસમાની નજરે પડે વાદળ વગરનું, એકાંત માણતું આભ સૂનકારાતી અભિવ્યકિત કરે છે એમ પણ કહી શકાય કે આકાશ મૌન પાળે છે. ચૈત્રના દિવસો એ દૈવી દિવસો છે માતાજીના દહાડા છે. આ ઋતુમાં 'નીમાહાર'નો મોટો મહિમા છે, બ્રહ્માની પૂજા થાય છે.
ખેતરને શેઢે કે બાગમાં, ગામને પાદરે કે ફૂટ...