૨૬-૯-૨૦૨૩, મંગળવાર
તિથિ:ભાદરવો સુદ ૧૨. ભાગવત પરિવતીની એકાદશી (કમળ કાકડી), શ્રી વામન જયંતી, શ્રવણોપવાસ, વિષ્ણુ પરિવર્તનોત્સવ.
નક્ષત્ર:શ્રવણ.
ચોઘડિયા દિવસના:રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
ચોઘડિયા રાત્રીના:કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.
મેષ (અ.લ.ઈ.): ઉત્તમ દિવસ રહે.
વૃષભ (બ.વ.ઉ): સામાજિક બાબતો દોડધામમય રહે.
મિથુન (ક.છ.ધ): મધ્યમ દિવસ રહે.
કર્ક (ડ.હ.): આર્થિક બાબતો પણ ખર્ચાળ રહે.
સિંહ (મ.ટ.): આર્થિક બાબતો સાનુકૂળ રહે.
કન્યા (પ.ઠ.ણ.): કોઈ આર્થિક કાર્ય પાર પડે.
તુલા (ર.ત.): મહિલાવર્ગને સંભાળવું.
વૃશ્ચિક (ન.ય): કોઈ આકસ્મિક ખર્ચ આવી પડે.
ધન (ભ.ધ.ફ.): મહિલા વર્ગને શાંતિ જાળવવી.
મકર (ખ.જ.): સામાજિક અંતરાય પાર કરવો.
કંભ કોઈ આર્થિક કાર્ય પાર પડશે.
મીન (દ.ચ.ઝ.થ.): કનિષ્ઠ દિવસ રહે.
ભરત શત્રુઘ્ને માતા તજિયા
નવ તજિયા શ્રી રામ રે
ઋષિ પત્નીએ શ્રી હરિને કાજે
તજિયા નિજ ભરથાર રે
‘ નરસિંહ મહેતા
જેમ દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેમ જ્ઞાની સંસારમાં ભૂલો પડતો નથી.
‘ શિક્ષાપત્રી
રહનુમાઓં કી યહાં પર ભીડ હૈ
લૂટ લેંગે કારવાં ચૂપ ભી રહો
માર્ગદર્શકોની અહીં ભીડ છે.તે કાફલો તમને લૂંટી લેશે, માટે ચૂપ રહો.
‘ રાજગોપાલસિંહ
હું જ મારાથી સતત અળગો રહું
કોઈને અંગત ગણીને શું કરું ?
‘ ગૌરાંગ ઠાકર