Sardar Gurjari

શુક્રવાર, તા. ૧૯ એપ્રિલ, ૨૦૨૪, ચૈત્ર સુદ ૧૧, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૩, અંક -૩૦૦

મુખ્ય સમાચાર :

ચૂંટણીનું પ્રથમ ચરણ

19/04/2024 00:04 AM

અઢારમી લોકસભા ચૂંટણીમાં મતદાનના પ્રથમ ચરણવાળા ક્ષેત્રોમાં ચૂંટણી પ્રચાર અટકી ગયો છે અને ૧૯ એપ્રિલે ૧૦૨ લોકસભા સીટો પર મતદાનની સાથે જ દેશમાં ૧૮ ટકા મતદાન કે ચૂંટણી સંપન્ન થઈ જશે. આટલી વધારે સીટોવાળું આ સૌથી મોટું ચૂંટણી ચરણ છે અને તેમાં ૧૦ નાના-મોટાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન સંપૂર્ણ ર

બંધારણ-લોકતંત્રના ખાત્માનો હાઉ

19/04/2024 00:04 AM

રાહુલ ગાંધી હવે એના પર વધારે ભાર મૂકી રહ્યા છે કે જો મોદી સરકાર સત્તામાં આવી તો લોકતંત્ર જ ખતમ થઈ જશે અને બંધારણ પણ નહીં બચે! તેઓ પોતાની સભાઓમાં વારંવાર કહી રહ્યા છેકે આ વખતની લોકસભા ચૂંટણી લોકતંત્ર અને બંધારણ બચાવવા માટે છે. લોકતંત્ર અને બંધારણ ખતરામાં હોવાના આરોપો પર વડાપ્રધાને યોગ્ય જ સવાલ કર્યો

સ્વાસ્થ્યના નામે ભ્રામક પ્રચારનો ભોગ બનતી જનતા

19/04/2024 00:04 AM

એ વિટંબણા જ કહી શકાય કે દેશમાં નિયામક કાયદા નહિ હોવાને કારણે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ બાળકોનું સ્વાસ્થ્ય સુધારવાના દાવા સાથે ઢગલાબંધ નફો ઉસેટી રહી છે. જેમાં બોર્નવિટા અને એના જેવી જ બહુરાષ્ટ્રીય કંપનીઓનાં પીણાં સામેલ છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ઇકોમર્સ પ્લેટફોર્મોને હાલમાં જ નિર્

મેરા રામ તો મેરા હિંદુસ્તાન હૈ

19/04/2024 00:04 AM

ઉનાળાના ધોમધખતા તાપમાં ટાઢક થઈને અવતરેલા ભગવાન શ્રીરામની જન્મજયંતી ધામધૂમથી ભારતવર્ષમાં ઉજવાઈ. જોકે વાતાવરણમાં થતા અસાધારણ ફેરફારોને કારણે ચૈત્ર મહિનામાં ધોમધખતા તાપની શરૂઆત થઈ છે. ભર ઉનાળે ભગવાન શ્રીરામના અવતરણ દિવસને ભક્તો દ્વારા શ્રદ્ઘા અને આસ્થાથી ઉજવવામાં આવ્યો. ચૈત્રી નવરાત્રિની સમાપ્તિ પણ અંબ

અંતર્દૃષ્ટિ-ઈચ્છાઓ

19/04/2024 00:04 AM

જીવન છે તો ઇચ્છાઓનું હોવું પણ સ્વાભાવિક છે. જોકે એક સમસ્યા એ પણ છે કે એક ઇચ્છા પૂરી થતાં જ બીજી ઇચ્છા પેદા થઈ જાય છે. જ્યારે એ પણ એક સમસ્યા છે કે જો ઇચ્છાઓ જ નહીં હોય તો સંભવ છે કે વ્યક્તિની પ્રગતિનો રસ્તો જ અવરુદ્ઘ થઈ જાય. આ સાંસારિક જગતની વાસ્તવિકતા જ એ છે કે કોઈપણ વ્યક્તિ, સંસ્થા કે સમાજ ઇચ્છાઓથી

કથાસાગર-ઉપદેશનું ફળ

19/04/2024 00:04 AM

મહર્ષિ ગૌતમ એક દિવસે પોતાના પુત્ર ચિરકારીને જણાવ્યું કે મનમાં કોઈની સેવા કરવાનો વિચાર આવે તો તરત તેને પૂરો કરવો જોઇએ, નહિ તો મોડું કરાતાં મન બદલાઈ શકે છે. પરંતુ જો બદલો લેવાનો કે હિંસાનો વિચાર આવે તો થોડીવાર અટકીને પગલું ભરવું જોઇએ.
મહર્ષિ ગૌતમ એકવાર પોતાની પત્નીથી કોઈ વાતે નારાજ થઈ ગયા. તેમણ

લૂ અને વરસાદ

18/04/2024 00:04 AM

ભારતમાં રાજકીય તાપમાનની સાથે જ હવામાનનું તાપમાન પણ ઝડપથી વધવા લાગ્યું છે. ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં લૂનો પ્રભાવ શરૂ થઈ ગયો છે. ભારત હવામાન વિજ્ઞાન વિભાગે પોતાના તાજા પૂર્વાનુમાનમાં મહારાષ્ટ્ર, ઉત્તર ગોવા, આંધ્ર પ્રદેશ, તેલંગણા અને પશ્ચિમ બંગાળ સહિત કેટલાય રાજ્યોમાં લૂ પ્રકોપ વરસાવશે તેવી ચેતવણી

ચૂંટણી પર ફેક ન્યૂઝ અને હેકર્સનો ઓછાયો

18/04/2024 00:04 AM

ચૂંટણી દરમ્યાન મતદારોને લોભાવવા અને ભ્રમિત કરવાના નિરંતર નવા નવા પેંતરા સામે આવતા જ રહે છે. પેઇડ ન્યૂઝ અને સ્ટિંગ ઓપરેશન બાદ હવે હેકર્સનો હંગામો ચાલી રહ્યો છે. ખોટી માહિતી ઇન્ટરનેટથી લોકો સુધી નિરંતર પહોંચી રહી છે, જ્યારે અમેરિકી ટેક કંપની માઇક્રોસોફ્ટે દાવા સાથે ચેતવણી આપી છે કે ચીન અને ઉત્તર કોરિય

ભ્રામક જાહેરાતો પર સંપૂર્ણ સજાગતાની જરૂર

18/04/2024 00:04 AM

ભ્રામક જાહેરાતોના કેટલાક કેસો આજકાલ ચર્ચામાં છે. સ્વનિયમનના આ દોરમાં સેન્સર બોર્ડની જેમ વકીલાત કરતી કોર્ટ દેખાય છે. ભ્રામક જાહેરાતોથી જો દેશને મુક્તિ મળે તો નિશ્ચિતપણે ઉલ્લેખનીય ઉપલબ્ધિ ગણાશે. એઇડ્સ ઠીક કરવાનો દાવો કરનારા અને ગુપ્ત રોગોનો ઇલાજ કરનારાઓની જાહેરાતો તમને ભીંતો પર ચીતરેલી જોવા નહીં મળે!

અંતર્દૃષ્ટિ-સરસતા

18/04/2024 00:04 AM

માનવ જીવનની સફળતાનું સૂત્ર છે - સરસતા. આપણો મૃદુ વ્યવહાર જ જીવનની સરસતાનો સૂચક છે. જે વ્યક્તિનો વ્યવહાર કઠોર હોય છે, તેનું જીવન ક્યારેય સરસ નથી બની શકતું, તે પ્રફુલ્લિત પણ નથી થઈ શકતો. બીજા શબ્દોમાં કહીએ તો તે ખુદ પણ સરસ નથી થઈ શકતો અને બીજામાં પણ સરસતા નથી ભરી શકતો. ત્યાં જ જેનો વ્યવહાર મૃદુ હોય છે